કહેવાય છે કે સાગની ખેતી (Teak Farming) કરીને ખેડૂતો (Farmers) અમીર બની શકે છે, પરંતુ આજે અમે તમને સૌથી વધુ નફાકારક ખેતી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મલબાર લીમડો (Malabar Neem) મેલિયા દબિયા તરીકે પણ ઓળખાય છે. તેની ખેતી કરીને ખેડૂતો બહુ ઓછા સમયમાં લાખો રૂપિયા કમાય શકે છે. ખેડૂતો માટે આ એક સારો વિચાર છે, જે માત્ર 5 વર્ષમાં ખેડૂતોને સમૃદ્ધ બનાવી શકે છે. ત્યારે ખેડૂતો મલબાર લીમડાની ખેતી(Malabar Neem Farming)માં નસીબ અજમાવી શકે છે.
જૈવિક તત્વોથી ભરપૂર ફળદ્રુપ રેતાળ લોમ જમીન મલબાર લીમડાની ખેતી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ પછી લેટેરાઇટ લાલ માટીનો નંબર આવે છે, જે મલબાર લીમડાની ખેતી માટે સારો વિકલ્પ છે. જ્યારે કાંકરી મિશ્રિત છીછરી જમીન તેની ખેતી માટે સૌથી ખરાબ માનવામાં આવે છે. માર્ચ-એપ્રિલ દરમિયાન તેના બીજ વાવવાનું શ્રેષ્ઠ મનાય છે.
મલબાર લીમડાના 5000 વૃક્ષો વાવવા માટે 4 એકર જમીનની જરૂર છે. મલબાર લીમડાનો એક છોડ પાંચ વર્ષ પછી ખેડૂતને 4 થી 8 હજાર રૂપિયાની આવક આપી શકે છે. 4 એકરમાં ખેતી કરીને તમે સરળતાથી લાખો રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. એક ઝાડનું વજન દોઢથી બે ટન જેટલું હોય છે. બજારમાં તેની કિંમત ઓછામાં ઓછી 500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. આવી સ્થિતિમાં એક છોડ 6 થી 7 હજારમાં વેચાય તો પણ તમે આરામથી ઘરે બેઠા લાખો રૂપિયાનો નફો મેળવી શકો છો.
આ પણ વાંચો: MOP ની સપ્લાય માટે ભારતે ઈઝરાયલ સાથે કરી સમજૂતી, ખેડૂતોને થશે આ ફાયદો
આ પણ વાંચો: Tech News: મોંઘા થઈ શકે છે સ્માર્ટફોન, ટીવી અને લેપટોપ, જાણો શું છે કારણ