ખેડૂતો આ વખતે કરો ભાલીયા ઘઉંની ખેતી, પ્રોટીનથી ભરપૂર અને સ્વાદમાં મીઠા આ ઘઉંની મોટા પાયે ભારતમાંથી થાય છે નિકાસ

|

Nov 12, 2021 | 6:35 PM

ગુજરાતમાં લગભગ બે લાખ હેક્ટર ખેતી લાયક જમીનમાં તેની ખેતી કરવામાં આવે છે. ભાલીયા ઘઉંની જાતને જુલાઈ, 2011 માં આણંદ કૃષિ યુનિવર્સિટીના પ્રોપરાઈટરશિપમાં જીઆઈ ટેગ મળ્યો હતો.

ખેડૂતો આ વખતે કરો ભાલીયા ઘઉંની ખેતી, પ્રોટીનથી ભરપૂર અને સ્વાદમાં મીઠા આ ઘઉંની મોટા પાયે ભારતમાંથી થાય છે નિકાસ
Bhalia wheat farming

Follow us on

Bhalia Wheat: ઘઉંની આ જાતનો વ્યાપક ઉપયોગ રવો (સુજી) બનાવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી તૈયાર રવાથી પાસ્તા, મૈકરોની, પિઝ્ઝા, સ્પેગેટી, સેવ, નૂડલ્સ વગેરે બનાવામાં આવે છે. ઘઉંની આ જાતની એક વિશેષતા એ છે કે, આ ઘઉં વગર સિંચાઈએ પણ ઉગાડવામાં આવે છે.

ગુજરાતમાં લગભગ બે લાખ હેક્ટર ખેતી લાયક જમીનમાં તેની ખેતી કરવામાં આવે છે. ભાલીયા ઘઉંની જાતને જુલાઈ, 2011 માં આણંદ કૃષિ યુનિવર્સિટીના પ્રોપરાઈટરશિપમાં જીઆઈ ટેગ મળ્યો હતો. આપને જણાવી દઈએ કે, ભારતે વર્ષ 2020-21 દરમિયાન યમન, ઈન્ડોનેશિયા, ભુટાન, ફિલીપાઈન્સ, ઈરાન, કંબોડીયા અને મ્યાંમાર જેવા 7 નવા દેશોને ઘઉંની નિકાસ કરી છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

ભાલીયા ઘઉં વિશે

ભાલીયા ઘઉં(Bhalia wheat farming)નું નામ ભાલ વિસ્તારના કારણે પડ્યું છે. ભાલ વિસ્તાર અમદાવાદ અને ભાવનગર જિલ્લા વચ્ચે સ્થિત છે. જ્યાં અંગ્રેજોથી આઝાદીની ઘણા પહેલાથી જ આ ઘઉંની ખેતી કરવામાં આવે છે. અમદાવાદ જિલ્લાના ધંધુકા, ધોળકા અને બાવળા તાલુકામાં તેની વ્યાપક રૂપથી ખેતી કરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું લીંબડી, ભાવનગર જિલ્લાનું વલ્લભીપુર, આણંદ જિલ્લાનું તારાપુર અને ખંભાત વગેરે જિલ્લામાં પણ તેની ખેતી કરવામાં આવે છે.

વરસાદનું પાણી ઉતરતા ઓક્ટોબરના અંતથી નવેમ્બરના પહેલા અઠવાડીયા સુધીમાં વાવેતર શરૂ થઈ જાય છે. દેશમાં 2 લાખ હેક્ટર એટલે કે, લગભગ 4,90,000 એકરમાં દર વર્ષ 1.7 થી 1.8 લાખ ટન ઘઉંનું ઉત્પાદન થાય છે. માર્ચ-એપ્રિલમાં અથવા તેના બાદ પાકની લણણી કરવામાં આવે છે. ભાલીયા ઘઉંની જાતને વરસાદ તથા સિંચાઈ જરૂરીયાત રહેતી નથી કારણ કે તેની ખેતી માટીમાં રહેલ ભેજ પર થાય છે.

ખેડૂતોને મળશે મબલખ કમાણીની તક

કૃષિ વૈજ્ઞાનિક જણાવે છે કે, સરકાર સતત એવા પાકની નિકાસને પ્રોત્સાહન આપી રહ્યા છે જેમાં તેનો સીધો ફાયદો ખેડૂતોને મળે. આપને જણાવી દઈએ કે, વર્ષ 2020-21 માં, ભારતમાંથી 4034 કરોડ રૂપિયાના ઘઉંની નિકાસ કરવામાં આવી છે. જે તેના પહેલાના વર્ષની સરખામણીએ 808 ટકા વધારે છે. આ સમયગાળામાં 444 કરોડ રૂપિયાના ઘઉંની નિકાસ થઈ હતી. અમેરિકન ડોલરમાં જોઈએ તો વર્ષ 2020-21 માં ઘઉંની નિકાસ 778 ટકા વધીને 549 મિલિયન ડોલર થઈ ગઈ છે.

 

આ પણ વાંચો: ચંદ્રની ઉપલી સપાટી પર હાજર છે ઓક્સિજનનો પૂરતો ભંડાર, 100,000 વર્ષ સુધી જીવતા રાખી શકાય છે 8 અરબ લોકોને !

 

આ પણ વાંચો: Poultry Farming : મરઘા પાલનમાં ઓછા રોકાણથી થાય છે સારી કમાણી, જાણો ખર્ચ સહીતની તમામ માહિતી

Published On - 6:14 pm, Fri, 12 November 21

Next Article