ખેડૂતોએ સપ્ટેમ્બર માસમાં દિવેલા અને તલના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરવા જોઈએ

|

Sep 18, 2023 | 4:02 PM

ખેડૂતો ખેતરમાં અલગ-અલગ પાકનું વાવેતર કરતા હોય છે. વાવણી કરતા પહેલા જમીનની તૈયારી, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ સપ્ટેમ્બર માસમાં દિવેલા અને તલના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરવા જોઈએ
Castor Crop

Follow us on

ખેડૂતો (Farmers) સિઝન પ્રમાણે પોતાના ખેતરમાં અલગ-અલગ પાકનું વાવેતર કરતા હોય છે. વાવણી કરતા પહેલા જમીનની તૈયાર, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ સમયાંતરે પાકમાં જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. હાલમાં પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ થયો હોય છે ત્યારે તેના નિયંત્રણ માટે જુદા-જુદા પગલા લેવા જોઈએ. દિવેલા (Castor) અને તલના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે ખેડૂતોએ કયા ખેતી કાર્યો કરવા તેની માહિતી.

દિવેલાના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો

1. દિવેલામાં લશ્કરી ઈયળનાં નિયંત્રણ માટે નાની ઈયળો માટે ડીડીવીપી જયારે મોટી ઈયળો માટે કલોપાયરીફોસ નો છંટકાવ કરવો.

2. ઘોડીયા ઈયળ અને પણ ખાનારી ઇયર માટેબેસિલસ થુરેન્જીન્સીસ નામના રોગપ્રેરક જીવાણુંનો પાઉડર ૧ થી ૧.૫ કિ.ગ્રા./હે. જરૂરી પાકની અવસ્થા મુજબ પાણીના જથ્થામાં ઉમેરી બીજી કે ત્રીજી અવસ્થાની ઘોડીયા અને પણ ખાનારી ઈયળો જોવા મળે ત્યારે છંટકાવ કરવો.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

3. કલોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લીટર પાણીમાં મેળવીને છંટકાવ કરવો.

આ પણ વાંચો : ખેડૂતોએ સપ્ટેમ્બર માસમાં ડાંગર અને મગફળીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કયા ખેતી કાર્યો કરવા તેની માહિતી

તલના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો

1. તલમાં પાનવાળનારી ઇયળનાં નિયંત્રણ માટે કવીનાલફોસ અથવા ફ્લોરપાપરીફોસ અથવા એસીફેટનો છંટકાવ કરવો.

2. માથા બાંધનારી ઇયળ માટે બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ અથવા લીંબોળીનાં મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક ૧૦ લીટર પાણીમાં ભેળવી જીવાતના ઉપદ્રવની શરૂઆતમાં છંટકાવ કરવો.

3. ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા ક્લોરપારીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી વાવેતર પછી ૩૦,૪૫ અને ૬૦ દિવસે એમ ત્રણ છંટકાવ કરવા.

4. અર્ધ શિયાળુ તલ માટે પૂર્વા તલ –૧નું વાવેતર કરવું.

5. તલમાં પાન કોકડાય જાય તે માટે પાન કથીરીના નિયંત્રણ માટે ગંધક ૩૦૦ મેષ ભૂકી કિ.લો. પ્રતિ હેક્ટર છંટકાવ કરવો.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article