ખેડૂતો સિઝન મૂજબ જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે.
પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે. તેથી તેના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું પડે છે, જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય. ચાલો જાણીએ કે શેરડી અને ચણાના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કયા ખેતી કાર્યો કરવા જોઈએ.
1. બીજ સાથે ફેલાતી ભીંગડાવાળી અને ચીટકો જીવાતના નિયંત્રણ માટે નીચે પૈકીની કોઈ પણ એક દવા ૧૦ લીટર પાણીમાં દ્રાવણ બનાવી તેમાં ૩૦ મિનિટ કાતળા બોળી ત્યારબાદ વાવેતર કરવું.
2. મેલાથિઓન ૫૦ ઈ.સી. ૧૦ મી.લી. અથવા ડાયમીથોએટ ૩૦ ઈ.સી. ૧૦ મી.લી.
3. શેરડીમાં ટોચ વેધક, મૂળ વેધક, ડુંખ વેધકના નિયંત્રણ માટે રોપણી વખતે દાણાદાર દવા ફોરેટ ૧૦ જી. ૧૫ કિલો ગ્રામ અથવા કર્બોફયુરાન ૩ જી. ૫૦ કિલો ગ્રામ હેકટર દીઠ વાવેતર વખતે ચાસમાં આપવું.
1. લીલી ઈયળ અથવા પોપટા કોરી ખાનાર ઈયળના નિયંત્રણ માટે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૯.૩% + લેમડાસાયહેલોથ્રીન ૪.૬% ઝેડસી૪ મિલિ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી૩ મિલિ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
2. પોપટામાં દાણા ભરાતી વખતે અચૂક પિયત આપવું.
3. સ્ટંટ વાયરસ રોગ મોલોમશી મારફતે ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે શોષક પ્રકારની કીટનાશક જેવી કે મિથાઈલ ઓ ડીમેટોન ૧૨ મિ.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી જરુયાત મુજબ છંટકાવ કરવો.
આ પણ વાંચો : ખેડૂતો મરી મસાલાના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરશે તો મળશે બમ્પર ઉત્પાદન
1. લીલી ઈયળનાં નિયંત્રણ માટે ક્ષમ્ય માત્રાને અનુસરી ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૯.૩ % + લેમડાસાયહેલોથ્રીન ૪.૬ % ઝેડસી ૪ મિલિ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૪.૫ એસસી ૮ મિલિ અથવા લેમડાસાયહેલોથ્રિન ૫ ઇસી અથવા લુફેન્યુરોન ૫ એસસી ૧૦ મિલિ અથવા થાયોડીકાર્બ ૭૫ વેપા ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
2. પાન ખાનાર ઈયળના નિયંત્રણ માટે ક્લોરપાયારીફોસ ૨૦ ઇસી ૨૦ મિલિ અથવા ડાયકલોરવોસ ૭૬ ઇસી ૭ મિલિ અથવા ફેનવાલરેટ ૧૦ ઇસી ૧૦ મિલિ ૧૦ લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે છંટકાવ કરવો.
માહિતી સ્ત્રોત: ડો. જી.આર. ગોહિલ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી