ખેડૂતો સિઝન મૂજબ જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે.
પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે. તેથી તેના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું પડે છે, જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય. ચાલો જાણીએ કે શેરડી અને જુવારના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કયા ખેતી કાર્યો કરવા જોઈએ.
1. વેધકોના ઈંડાના ૫રજીવી ટ્રાયકોગામા ચીલોનીસ તથા ટ્રાયકોગામા જેપીનીકમની ભમરીવાળા ર કાર્ડ (૪૦,૦૦૦ ઈંડા) દર પંદર દિવસે 6 થી 7 વખત પ્રતિ હેકટર સવાર તથા સાંજના સમયે ખેતરમાં છોડવા.
2. એપીરીકેનીયા મેલાનોલ્યુકા ના ૧૦૦૦૦૦ ઈંડા અથવા ર૦૦૦ કોશેટા પ્રતિ હેકટર છોડવાથી પાયરીલાનું ૧૦૦ ટકા નિયંત્રણ કરી શકાય.
3. સફેદ માખીના બચ્ચાં / કોશેટાના ૫રજીવી એન્કાર્સીયા ઈસાકી, એન્કાર્સિયા મેક્રોપ્ટેરાની વૃઘ્ધિ કરવા ૪૦ મેશની જાળી લગાડેલા પાંજરાની સંખ્યા ૧૦ થી ૧ર પ્રતિ હેકટર રાખવી અને પાંજરામાં ૧૫ થી ર૦ દિવસે કોશેટાવાળા પાન બદલતા રહેવું.
4. સફેદ માખીના ઈંડા તેમજ બચ્ચાંને ખાનારા દાળીયા કિટકો જેવા કે સેરેન્જીયમ પારસેસીટોઝમ, મેનોચીલસ સેકસમેકયુલેટસ, બુમોઈડસ સુચુરાલીસ ૫રભક્ષી કરોળીયા તથા કેટલીકવાર ક્રાયસોપા ૫ણ જોવા મળે છે. ત્યારે દવાનો છંટકાવ મુલ્તવી રાખવો જોઈએ.
5. ડાયફા એફીડીવોરા, માઈક્રોમોસ ઈગોરોટસ તથા સીરફીડ ફલાય જેવા ૫રભક્ષી શેરડીની વ્હાઈટ વુલી એફીડ ઉ૫ર ખુબજ અસરકારક માલુમ ૫ડેલ છે.
આ પણ વાંચો : ઉનાળુ મગફળી અને બાજરીના પાકમાં વધારે ઉત્પાદન મેળવવા માટે ખેડૂતો રોગ-જીવાત નિયંત્રણની સાથે કરો આ ખેતી કાર્યો
સુર્યમુખી : ઈસી – ૬૮૪૧૪, મોર્ડન, ગુ. સુર્યમુખી – ૧, ૨, ૩ નું વાવેતર કરો.
જુવાર : જીજે-૩૫, ૩૭, ૩૯, ૪૦, ૪૧, સી.એસ.એચ – ૫, ૬, સી.એસ.એચ.આર. – ૮, જીએસએચ-૧, જીએસએફ – ૪ જાતનું વાવેતર કરો
માહિતી સ્ત્રોત: ડો. જી.આર. ગોહિલ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી