Farmer Success Story: દસ હજાર રૂપિયાથી મોતીની ખેતી શરૂ કરી, આજે દર વર્ષે કરે છે 10 લાખ રૂપિયાનો નફો

|

Jun 14, 2021 | 1:26 PM

મહારાષ્ટ્રના ગઢચિરોલીના રહેવાસી સંજય ગંડાતે એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેના પિતા પરંપરાગત ખેડૂત હતા. સંજયે સરકારી નોકરી માટે તૈયારી કરી પરંતુ સફળતા ન મળતા તેમણે મોતીની ખેતી શરૂ કરી.

Farmer Success Story: દસ હજાર રૂપિયાથી મોતીની ખેતી શરૂ કરી, આજે દર વર્ષે કરે છે 10 લાખ રૂપિયાનો નફો
મોતીની ખેતી

Follow us on

મહારાષ્ટ્રના ગઢચિરોલીના રહેવાસી સંજય ગંડાતે એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેના પિતા પરંપરાગત ખેડૂત (Farmer) હતા. સંજયે સરકારી નોકરી માટે તૈયારી કરી પરંતુ સફળતા ન મળતા તેમણે મોતીની ખેતી (Cultivation Of Pearls) શરૂ કરી. છેલ્લા 7 વર્ષથી તેઓ મોતીની ખેતી અને માર્કેટિંગનું કામ કરી રહ્યા છે. ભારતની સાથે સાથે ઇટાલી, અમેરિકા જેવા દેશોમાં પણ તેમના મોતીની માગ છે. હાલ તેઓ વાર્ષિક 10 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

સંજય પરંપરાગત ખેતી કરવા માંગતા નહોતા. તેઓ કંઈક નવું કરવાની યોજના કરી રહ્યા હતા. ત્યારે તેમણે વિચાર્યું કે તેના ગામની નદીમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છીપમાંથી, કંઈક તૈયાર કરી શકે છે? ત્યારબાદ તેઓ નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પહોંચ્યા. ત્યાંથી સંજયને ખબર પડી કે તે છીપમાંથી મોતી બનાવી શકાય છે.

તેમણે આ બાબતમાં ગામના લોકો પાસેથી અને કેટલાક અખબારો તથા સામયિકો દ્વારા માહિતી એકત્રિત કરી અને ભાડા પર તળાવ લઈ ખેતી શરૂ કરી. સંજય માટે આ એક નવિન ખેતી હતી તેથી શરૂઆતમાં મુશ્કેલી સહન કરવી પડી. મોટાભાગના છીપ મરી ગયા. આ પછી પણ તેણે પોતાનો વિચાર બદલ્યો નહીં. તેમણે આ ખેતીને સમજવા માટે થોડો વધુ સમય લીધો.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ઇન્ટરનેટ દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતી પર સંશોધન કર્યું અને ફરીથી મોતીની ખેતી શરૂ કરી. ત્યારબાદ સારા પ્રમાણમાં મોતી તૈયાર થયા. ધીરે ધીરે તેમણે પોતાના કામનો વ્યાપ વધાર્યો. આજે સંજયે ઘરે જ એક તળાવ બનાવ્યું છે, જેમાં પાંચ હજાર છીપ છે. તેમાંથી તેઓ એક ડઝનથી વધુ ડિઝાઇનની વિવિધ જાતના મોતી તૈયાર કરી રહ્યા છે.

Cultivation Of Pearls

તેઓ કહે છે કે અમે સોશિયલ મીડિયાથી માર્કેટિંગ શરૂ કર્યું. આજે પણ તે પ્લેટફોર્મનો સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ. અમે અમારી પોતાની વેબસાઇટ શરૂ કરી છે, જ્યાં લોકો ઓનલાઇન ખરીદી કરી શકે છે. ઘણા લોકો ફોન દ્વારા પણ ઓર્ડર આપે છે. તેઓ 1200 રૂપિયા પ્રતિ કેરેટના ભાવથી મોતી વેચે છે.

મોતીની ખેતી સાથે તેઓ અન્ય લોકોને તાલીમ પણ પૂરી પાડે છે. સંજયે તેના ઘરે મોતીની ખેતી માટે એક તાલીમ કેન્દ્ર ખોલ્યું છે. જ્યાં તે લોકોને સમગ્ર પ્રક્રિયા વિશે માહિતી આપે છે. આ માટે તેણે 6 હજાર રૂપિયા ફી રાખી છે. લોકડાઉન પહેલા મહારાષ્ટ્રની સાથે બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના ઘણા રાજ્યોના લોકો તેમની પાસે તાલીમ લેવા આવતા હતા. તેણે અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકોને તાલીમ આપી છે.

Next Article