આ રાજ્યમાં ખેડૂતોને મોટી રાહતની આશા, 4 હજાર કરોડ રૂપિયાના બિલ માફ કરશે વીજ કંપની!

|

Nov 17, 2021 | 9:56 PM

તાજેતરમાં MSEDCLએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે કંપની નાણાકીય તંગીનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં ખેડૂતોને તેમના બિલ સમયસર ચૂકવવા અપીલ કરવામાં આવી છે. આ સાથે કંપનીએ ચેતવણી આપી હતી કે જે ખેડૂતો બાકી બિલ નહીં ભરે તેમના કનેક્શન કાપી નાખવામાં આવશે.

આ રાજ્યમાં ખેડૂતોને મોટી રાહતની આશા, 4 હજાર કરોડ રૂપિયાના બિલ માફ કરશે વીજ કંપની!
Symbolic picture

Follow us on

મહારાષ્ટ્રના ખેડૂતો(farmers)ને મોટી રાહત મળવાની આશા છે. જેમાં રાજ્યની વીજળી કંપની 12 લાખથી વધુ ખેડૂતોના 4 હજાર કરોડ રૂપિયાના બિલ માફ કરવાની ઓફર કરી છે. જો આ સ્વીકારવામાં આવશે તો ખેડૂતોને બિલ ચૂકવવા પડશે નહીં. પંપ ચલાવવાના બદલામાં ખેડૂતો પર આ વીજ બિલની રકમ બાકી છે. 

 

એક નિવેદન અનુસાર મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL) એ જણાવ્યું છે કે પશ્ચિમ મહારાષ્ટ્રના ખેડૂતોનું કુલ 8,007 કરોડ રૂપિયાનું વીજળી બિલ (Electricity Bill) બાકી છે. જો ખેડૂતો તેમના બાકી બિલ ચૂકવશે તો 50 ટકા રિબેટ આપવામાં આવશે. આ ઓફર હેઠળ ખેડૂતોએ 8,007 કરોડ રૂપિયાની અડધી રકમ એટલે કે 4,007 કરોડ રૂપિયા ચૂકવવા પડશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

 

ચુકવણી બાબતે બારામતી મોખરે

એક અહેવાલ મુજબ અત્યાર સુધીમાં પશ્ચિમ મહારાષ્ટ્રના 5.52 લાખ ખેડૂતોએ આ ઓફરનો લાભ લીધો છે અને તેમના બાકી વીજળીના બિલો જમા કરાવ્યા છે. ખેડૂતોએ 409 કરોડની બાકી રકમ પેટે કુલ 359 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે.

 

વીજ કંપનીએ કહ્યું કે બિલ ભરવામાં બારામતી સર્કલ ટોચ પર છે. અહીં કુલ 3.76 લાખ બિલ જમા થયા છે. તે જ સમયે કોલ્હાપુર સર્કલમાં ખેડૂતોએ 1.42 લાખ બિલ જમા કરાવ્યા છે. પૂણે સર્કલના કુલ 32,683 ખેડૂતોએ આ ઓફરનો લાભ લીધો છે.

 

બિલ ન ભરવા પર કનેક્શન કાપી નાખવાની ચેતવણી

તાજેતરમાં MSEDCLએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે કંપની નાણાકીય તંગીનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં ખેડૂતોને તેમના બિલ સમયસર ચૂકવવા અપીલ કરવામાં આવી છે. આ સાથે કંપનીએ ચેતવણી આપી હતી કે જે ખેડૂતો બાકી બિલ નહીં ભરે તેમના કનેક્શન કાપી નાખવામાં આવશે.

 

ગયા વર્ષે રાજ્ય સરકારે ખેડૂતોના વીજળી બિલના બાકી લેણાં પર વ્યાજ અને લેટ ફી માફ કરી દીધી હતી. નિર્ણય અનુસાર સરકારે કહ્યું હતું કે જો ખેડૂતો તેમના જૂના બિલ ચૂકવે છે તો તેમને 66 ટકા સુધીની છૂટ આપવામાં આવશે. જો કે ખેડૂતોએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો કારણ કે તેઓએ આ ઓફરનો લાભ લેવા માટે જૂના બીલ જમા કરાવવાના હોય છે. પરંતુ કંપનીની ચેતવણી બાદ હવે ખેડૂતો ચૂકવણી કરી રહ્યા છે.

 

 

આ પણ વાંચો: Onion Price: ડુંગળીના ભાવમાં આવ્યો ઘટાડો, ખેડૂતોની વધી ચિંતા, પ્રતિ ક્વિન્ટલના ભાવ ઘટીને 900 રૂપિયા થયા

 

 

આ પણ વાંચો: ખેતીની ટેક્નોલોજીમાં નવા ફેરફારો હવે FICCI માં સ્માર્ટ અને ટકાઉ ખેતી પર ખેડૂતોને મળશે સાચી અને સચોટ જાણકારી

Next Article