આખા વર્ષ દરમિયાન કમોસમી વરસાદ નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે. હવામાન પરિવર્તનની અસર અત્યાર સુધી ખરીફ અને રવિ પાક પર પડી છે, પરંતુ હાલમાં કમોસમી વરસાદને કારણે લીંબુ(Lemon)ના ઉત્પાદન પર પણ અસર પડી છે. હવે સ્થિતિ એવી છે કે હવામાન પરિવર્તન(Climate change)થી લીંબુના વૃક્ષો પણ બાકાત નથી. ઉનાળાની ઋતુમાં સમગ્ર દેશમાં લીંબુની માગ રહે છે. વધતી જતી માગને કારણે જથ્થાબંધ બજારમાં લીંબુનો ભાવ 50 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 125 રૂપિયા થઈ ગયો છે. બીજી તરફ ઉત્પાદનમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
ખરીફ પાકમાં અત્યાર સુધી જે અસર જોવા મળી તે હવે સિઝનલ પાકમાં જોવા મળી રહ્યું છે. કે વાદળછાયા વાતાવરણને કારણે લીંબુના પાકમાં ફળ નથી આવી રહ્યા, જેના કારણે ઉત્પાદન અડધું થઈ ગયું છે. જેથી લીંબુના રેકોર્ડ ભાવ હોવા છતાં ખેડૂતો (Farmers) તેનો ફાયદો થઈ રહ્યો નથી.
જેમ જેમ ઉનાળો આગળ વધી રહ્યો છે તેમ તેમ લીંબુના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. આ વર્ષે પણ લીંબુનો ભાવ કિલો દીઠ રૂ. 50થી વધીને રૂ.100 પ્રતિ કિલોથી રૂ.125 સુધી પહોંચી ગયો છે. કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણની અસર લીંબુના પાક પર થઈ રહી છે. આ વર્ષે કુદરતની મારથી ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે. અત્યાર સુધી દ્રાક્ષ, કેરીના પાકને મોટાપાયે નુકસાન પહોંચ્યુ હતુ અને હવે લીંબુને નુકસાન શરૂ થઈ ગયું છે. ત્યારે ખેડૂતો દ્વારા ઉત્પાદન વધારવા માટે કરેલા પ્રયાસો નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે.
ઉનાળામાં લીંબુ વેચવા માટે ખેડૂતો દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવે છે. તે મુજબ વાવેતર કરવામાં આવે છે. જો કે આ વર્ષે ખેડૂતોએ આયોજન કર્યું છે પરંતુ કુદરતની અનિયમિતતાને કારણે બધુ બરબાદ થઈ ગયું છે. પરિણામે સ્થાનિક ખેડૂતો પાસે લીંબુ નથી અને વેપારીઓ લીંબુની આયાત કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
ખેડૂતોનું કહેવું છે કે જો માલ રહે તો યોગ્ય ભાવ મળતો નથી અને જ્યારે રેકોર્ડ ભાવ મળે છે ત્યારે માલ હોતો નથી, હાલ ખેડૂતોની આ જ હાલત છે, લીંબુ આયાત વેરો 150 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યો છે, જો આ સ્થિતિ ચાલુ રહેશે તો લીંબુમાંથી બનતા સોફ્ટ ડ્રિંક્સના ભાવમાં પણ વધારો થવાની આશંકા છે.
મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાતોરાત ચિત્ર બદલાઈ રહ્યું છે. એક તરફ રબ્બીની જુવાર, ઘઉં અને ચણા માટે હવામાન સારું છે, તો લીંબુના બગીચા પણ ખીલી રહ્યા હતા. પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં વાતારવરણમાં આવેલા ફેરફારના કારણે લીંબુના ઝાડ પરથી ફૂલો ખરવા લાગ્યા છે, જેના કારણે ફળો વધતા બંધ થઈ ગયા છે. જેનાથી ખેડૂતોને ન પુરી શકાય તેવું નુકસાન થયું છે. સ્થિતિ એવી બની છે કે મુંબઈ સહિત અનેક શહેરોમાં લીંબુ બજારમાં ઉપલબ્ધ નથી.
આ પણ વાંચો: Viral: ઉંદર અને બિલાડીનું ગજબ બોન્ડિંગ, ભાગ્યે જ જોયો હશે તમે આવો વીડિયો
આ પણ વાંચો: Mandi: રાજકોટ APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 12700 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ