Camel Farming: ગાય, ભેંસ અને બકરીની જેમ જ કરી શકાય છે ઊંટ પાલન, જાણો સંપૂર્ણ વિગત

જેમ તમે જાણો છો કે ઊંટને રણનું વિમાન કહેવામાં આવે છે. તે રાજસ્થાનનું સૌથી લોકપ્રિય પ્રાણી છે. તેને રાજસ્થાનનું રાજ્ય પ્રાણી પણ કહેવામાં આવે છે. આ એક એવું પ્રાણી છે જે પાણી વગર 7 દિવસ જીવી શકે છે.

Camel Farming: ગાય, ભેંસ અને બકરીની જેમ જ કરી શકાય છે ઊંટ પાલન, જાણો સંપૂર્ણ વિગત
Camel Rearing (File Photo)
| Edited By: | Updated on: Feb 24, 2022 | 9:33 AM

ખેતીની સાથે ખેડૂતો (Farmers)પશુપાલન પણ કરે છે. જેને તે પોતાની વધારાની આવકનો સ્ત્રોત માને છે. જો તમે પણ વધારાની આવક માટે પશુપાલન (Animal Husbandry)નો વ્યવસાય કરવા માંગો છો અને તે પણ ઓછા ખર્ચે, તો તમારા માટે ઊંટ ઉછેર (Camel Rearing)નો વ્યવસાય વધુ સારો વિકલ્પ બની શકે છે. જેમ તમે જાણો છો કે ઊંટને રણનું વિમાન કહેવામાં આવે છે. તે રાજસ્થાનનું સૌથી લોકપ્રિય પ્રાણી છે. તેને રાજસ્થાનનું રાજ્ય પ્રાણી પણ કહેવામાં આવે છે. આ એક એવું પ્રાણી છે જે પાણી વગર 7 દિવસ જીવી શકે છે.

ઊંટ ઉછેર શું છે

જે રીતે લોકો નફા માટે ગાય, ભેંસ અને બકરીઓ રાખે છે. એ જ રીતે ઊંટને પણ પાળવામાં આવે છે. મોટાભાગના લોકો વ્યવસાયના હેતુ માટે ઊંટ પાલન કરે છે. તે લોકોને રોજગારી આપે છે. જો તમે ઊંટનું પાલન કરો છો, તો તમે તેના દૂધમાંથી દર મહિને સારો નફો મેળવી શકો છો. ઊંટ મોટી માત્રામાં દૂધ આપે છે અને સાથે જ તેનું દૂધ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

બજારમાં તેના દૂધની ખૂબ માગ છે, કારણ કે તેના દૂધમાંથી ઘણા પ્રકારના પદાર્થો પણ બનાવવામાં આવે છે. એટલું જ નહીં, રાજસ્થાનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ ઊંટનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે તે થાક્યા વિના અને પાણી પીધા વિના માઈલો સુધી ચાલી શકે છે.

ઊંટની જાતિઓ

જેમ દરેક પ્રાણીની અલગ-અલગ જાતિઓ હોય છે, તેવી જ રીતે ઊંટની પણ અલગ-અલગ જાતિઓ હોય છે, જેનાં પોતપોતાનાં અલગ-અલગ કાર્યો હોય છે. જો જોવામાં આવે તો દેશમાં ઊંટની 9 થી વધુ જાતિઓ છે, જેના કારણે તેને વ્યવસાય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જે ભારતના વિવિધ રાજ્યોમાં જોવા મળે છે.

વિવિધ રાજ્ય પ્રમાણે ઊંટની જાતિ

રાજસ્થાનમાં બિકાનેરી, મારવાડી, જેસલમેરી, મેવાડી, જાલોરી ઊંટ જોવા મળે છે.
ગુજરાતમાં કચ્છી અને ખારાઈ ઊંટ જોવા મળે છે.
માલવી ઊંટ મધ્યપ્રદેશમાં જોવા મળે છે.
હરિયાણામાં મેવાતી ઊંટ જોવા મળે છે.

ઊંટ વિશે રસપ્રદ તથ્યો

સામાન્ય ઊંટ પણ લગભગ 7 ફૂટ લાંબુ અને 680 કિલો વજનનું હોય છે.
એક ઊંટ 1 કલાકમાં 40 માઈલની મુસાફરી કરે છે.
ઊંટનું આયુષ્ય 40 થી 50 વર્ષ સુધીનું હોય છે.
ઊંટનો ઉપયોગ મોટાભાગના લોકો સવારી માટે કરે છે.
ઊંટનું શરીરનું તાપમાન રાત્રિ દરમિયાન 34 °C અને દિવસ દરમિયાન તેના શરીરનું તાપમાન 41 °C હોય છે.
ઊંટની ગર્ભાવસ્થા 9 થી 14 મહિના સુધી ચાલે છે.
પાણી પીધા વિના ઊંટ સાત દિવસ જીવી શકે છે. તેથી, તેનો ઉપયોગ રાજસ્થાનમાં વધુ થાય છે અથવા જ્યાં પાણીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. ત્યાં તેનો ઉપયોગ વધુ થાય છે.
નાના બાળકોને ઊંટનું દૂધ આપવાથી તેમના હાડકાંનો વિકાસ ઝડપથી થાય છે.

આ પણ વાંચો: Russia-Ukraine Conflict : યૂક્રેન વિવાદ પર UNSCની ઇમરજન્સી બેઠક શરૂ, કહ્યું કે, રશિયા પોતાના સૈનિકોને રોકે

આ પણ વાંચો: WhatsApp Tricks: બે ફોનમાં ચલાવી શકો છો એક જ WhatsApp એકાઉન્ટ, કોઈ થર્ડ પાર્ટી એપની નહીં પડે જરૂર