Animal Husbandry: ગાય અને ભેંસની એવી ઓલાદ જે વાર્ષિક 2200 થી 2600 લીટર સુધી આપે છે દૂધ

|

Apr 18, 2022 | 9:30 AM

આજે અમે તમને ગાય, ભેંસ (Cow & Buffalo Breads) ની એવી જાતો વિશે જણાવીશું જે વાર્ષિક 2200 થી 2600 લીટર દૂધ આપી શકે છે. તો ચાલો જાણીએ આ જાતિઓ વિશે. મુર્રાહ ભેંસની (Murrah Buffalo Breed) જાતિને વિશ્વની સૌથી વધુ દૂધ ઉત્પાદક જાતિ માનવામાં આવે છે.

Animal Husbandry: ગાય અને ભેંસની એવી ઓલાદ જે વાર્ષિક 2200 થી 2600 લીટર સુધી આપે છે દૂધ
Animal Husbandry (File Photo)

Follow us on

હાલમાં મોટાભાગના લોકોનો ઝુકાવ પશુપાલન (Animal Husbandry) તરફ વધી રહ્યો છે, લોકો ખેતી સાથે પણ પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે. ત્યારે પશુપાલનમાં દુધાળા પશુઓની સારી જાત અને તેમની દુધ આપવાની ક્ષમતા ખુબ મહત્વની હોય છે. તો આજે અમે તમને ગાય, ભેંસ (Cow & Buffalo Breads)ની એવી જાતો વિશે જણાવીશું જે વાર્ષિક 2200 થી 2600 લીટર દૂધ આપી શકે છે. તો ચાલો જાણીએ આ જાતિઓ વિશે.

મુર્રાહ ભેંસની જાતિ

મુર્રાહ ભેંસની (Murrah Buffalo Breed) જાતિને વિશ્વની સૌથી વધુ દૂધ ઉત્પાદક જાતિ માનવામાં આવે છે. તે એક વર્ષમાં 1 હજારથી ત્રણ હજાર લિટર દૂધનું ઉત્પાદન કરે છે. તેના દૂધમાં લગભગ 9 ટકા ફેટ જોવા મળે છે. આપની જાણકારી માટે જણાવી દઈએ કે આ જાતિની રેશ્મા ભેંસે 33.8 લિટર દૂધ આપીને રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યો છે. રેશ્મા(ભેંસનું નામ)એ જ્યારે પહેલીવાર બચ્ચાને જન્મ આપ્યો ત્યારે તેણે લગભગ 19 થી 20 લિટર દૂધ આપ્યું. તો બીજી વખત તેણે 30 લીટર જેટલું દૂધ આપ્યું.

જાફરાબાદી ભેંસની ઓલાદ

જો તમારે ડેરીનો વ્યવસાય ખોલવો હોય તો મોટાભાગના લોકોની પ્રથમ પસંદગી આ જાફરાબાદી જાતિ (Jafarabadi buffalo Breed)ની ભેંસ જ રહે છે. કારણ કે તે દર વર્ષે 2,000 થી 2,200 લિટર દૂધનું ઉત્પાદન કરે છે. જો આપણે આ જાતિના ભેંસના દૂધમાં સરેરાશ ફેટ વિશે વાત કરીએ, તો તે લગભગ 8 થી 9 % છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

પંઢરપુરી ભેંસની જાતિ

હવે અમારી યાદીમાં ભેંસની આગામી જાતિ પંઢરપુરી (Pandharpuri Buffalo Breed)છે. આ જાતિ મોટાભાગે મહારાષ્ટ્રમાં જ જોવા મળે છે. તેના દૂધમાં 8 ટકા ફેટ હોય છે. આ જાતિની દૂધ આપવાની ક્ષમતા લગભગ 1700 થી 1800 લીટર છે.

સાહિવાલ ગાય

ગાયની આ ઓલાદ (Sahiwal Cow Breed) 10 મહિનામાં એકવાર દૂધ આપે છે અને આ જાતિ દૂધના સમયગાળા દરમિયાન સરેરાશ 2270 લિટર દૂધ આપે છે. તે અન્ય ગાયો કરતાં વધુ દૂધ આપે છે. તેના દૂધમાં વધુ પ્રોટીન અને ફેટ હોય છે.

ગીર ગાય

આ જાતિ આપણા દેશમાં સાહિવાલ જાતિ પછી સૌથી વધુ દૂધ આપતી જાતિ (Gir Cow Breed) માનવામાં આવે છે. આપની જાણકારી માટે જણાવી દઈએ કે આ ગાય સરેરાશ 2110 લીટર દૂધ આપે છે. આ જાતિનું મૂળ સ્થાન કાઠિયાવાડ છે જે ગુજરાતમાં આવેલું છે.

હરિયાણવી ગાયની જાતિ

હરિયાણવી ગાયની (Haryanvi Cow Breed) આ જાતિ એક દિવસમાં 8 થી 12 લીટર દૂધ આપે છે. આ ગાયમાંથી સરેરાશ 2200 થી 2600 લિટર દૂધ મેળવી શકાય છે. આ જાતિ મોટાભાગે હરિયાણાના હિસાર, સિરસા, રોહતક, કરનાલ અને જીંદમાં જોવા મળે છે.

આ પણ વાંચો: Agriculture Technology: ખેડૂતોની આવક વધારવામાં મદદરૂપ થઈ શકે છે સેંસર આધારિત સિંચાઈ પદ્ધતિ

આ પણ વાંચો: Tech Tips: ચોરાયેલા ફોનને શોધી આપશે ગૂગલની આ એપ, જાણો કેવી રીતે કરશે કામ?

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article