Kisan Rail : ગુજરાતમાંથી કેળા અને ચીકુ સાથે કિસાન રેલ દિલ્હી પહોંચી, ખેડૂતોને ભાડા પર મળે છે 50% સબસિડી

|

Aug 31, 2021 | 6:31 PM

Kisan Rail : ખેડૂતોને કિસાન રેલ દ્વારા પરિવહન પરના ભાડા પર 50 ટકા સબસિડી મળે છે. ખેડૂતો આ સુવિધાનો મોટા પાયે લાભ લઈ રહ્યા છે.

Kisan Rail : ગુજરાતમાંથી કેળા અને ચીકુ સાથે કિસાન રેલ દિલ્હી પહોંચી, ખેડૂતોને ભાડા પર મળે છે 50% સબસિડી
Kisan Rail

Follow us on

ખેડૂતોની આવક (Farmers Income) વધારવા માટે કેન્દ્ર સરકાર અનેક પ્રયાસો કરી રહી છે. આ પ્રયાસોમાં કિસાન રેલ (Kisan Rail) સેવાનો સમાવેશ થાય છે. કિસાન રેલ મારફતે, રાષ્ટ્રીય બજારોમાં ઉત્પાદન અથવા પેદાશોની પહોંચ ખૂબ જ ઓછા ખર્ચે શક્ય બની છે. તેનાથી ખેડૂતો તેમજ સામાન્ય ગ્રાહકોને ફાયદો થઈ રહ્યો છે. ખેડૂતોને કિસાન રેલ મારફતે પરિવહન ભાડા પર 50 ટકા સબસિડી મળે છે. ખેડૂતો આ સુવિધાનો મોટા પાયે લાભ લઈ રહ્યા છે.

ગુજરાતના વડોદરાથી રવિવારે કિસાન રેલ કેળા અને ચીકુ સાથે દિલ્હીના આદર્શનગર સ્ટેશન માટે રવાના થઈ હતી. 2020-21 ના ​​કેન્દ્રીય બજેટમાં કિસાન રેલ ચલાવવાની જાહેરાત કરવામાં આવી હતી. કિસાન રેલ ચલાવવાનો હેતુ કૃષિ ઉત્પાદનો, ફળો, શાકભાજી, ઇંડા, ચિકન, માછલી અને ડેરી ઉત્પાદનોને તેમના ઉત્પાદનના સ્થળોથી અને વિપુલ પ્રમાણમાં વપરાશના અન્ય વિસ્તારોમાં પરિવહન કરવાનો છે. આ દ્વારા ખેડૂતોને બજાર પૂરું પાડવામાં આવ્યું છે, જે તેમની આવક વધારવામાં મદદરૂપ છે.

દિલ્હીમાં કેળા અને ચીકુના સારા ભાવ મળશે

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

કિસાન રેલ રવિવારે ગુજરાતના વડોદરાથી 200.5 ટન કેળા અને 7.6 ટન ચીકુ લઈને દિલ્હી જવા રવાના થઈ. ટ્રેન સોમવારે દિલ્હી પહોંચી હતી. કેળા અને ચીકુના ભાવ વડોદરા કરતા દિલ્હીમાં સારા મળશે અને તેનો સીધો ફાયદો ખેડૂતોને થશે. કિસાન રેલ ચલાવવા પાછળ સરકારનો આ હેતુ પણ છે.

ખેડૂતોને મોટા પાયે લાભ મળી રહ્યો છે

મંત્રાલયનું કહેવું છે કે કિસાન રેલ મારફતે ખેડૂતોની પેદાશોના વાજબી ભાવ મેળવવા અને મોટા બજારો આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કિસાન રેલ દૂરના વિસ્તારોમાંથી ખેડૂતોનું ઉત્પાદન લઈને મોટા શહેરોમાં પહોંચી રહ્યું છે. ખેડૂતોને કિસાન રેલ મારફતે પરિવહન ભાડા પર 50 ટકા સબસિડી મળે છે.

7 ઓગસ્ટ 2020 ના રોજ શરૂઆત થઈ હતી

કિસાન રેલ સેવા 7 ઓગસ્ટ 2020 ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, ખેડૂતોની પેદાશોને રાષ્ટ્રીય બજારમાં પહોચાડવા માટે રેલ પરિવહનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેના કારણે ખેડૂતોને ફાયદો થયો. ઘણી વખત ખેડૂતોના ફળો અને શાકભાજી સમયસર બજારમાં પહોંચતા નથી, તેઓ પરિવહન દરમિયાન બગડી જાય છે, તે સમયસર બજારમાં પહોંચવા લાગ્યા.

આ ઉત્પાદનો પર સબસિડી મળે છે

ફળ : કેરી, કેળા, જામફળ, કીવી, લીચી, પપૈયા, મૌસંબી, નારંગી, લીંબુ, પાઈનેપલ, દાડમ, જેકફ્રૂટ, આમળા અને પિઅર. અન્ય ફળોના પરિવહન માટે પણ ડિસ્કાઉન્ટ મળે છે.

શાકભાજી : કારેલા, રીંગણ, કેપ્સિકમ, ગાજર, કોબીજ, લીલા મરચાં, ભીંડા, કાકડી, વટાણા, લસણ, ડુંગળી, બટાકા અને ટામેટા સહિત અન્ય શાકભાજીના પરિવહન ભાડામાં પણ છૂટ મળે છે.

 

આ પણ વાંચો : સપ્ટેમ્બર માસમાં ખેડૂતોએ આ શાકભાજીની ખેતી કરવી જોઈએ, સારા ઉત્પાદનની સાથે મળશે વધારે નફો

આ પણ વાંચો : મોટા સમાચાર : ખેડૂતોને હવે સસ્તા ખાતરો ખરીદવા માટે મળશે ઈ-વાઉચર, જાણો કેવી રીતે તેનો ઉપયોગ કરી શકાશે

Next Article