ભાવનગર : ડુંગળીમાં એક કિલોએ બે રૂપિયાની સહાય જાહેર થતા ખેડૂતોમાં અસંતોષ

|

Apr 29, 2022 | 10:46 PM

સમગ્ર ભાવનગર જિલ્લામાં ડુંગળીનું મોટા પ્રમાણમાં ખેડૂતો વાવેતર કરતા હોય છે. ત્યારે મહુવા શહેરના માર્કેટ યાર્ડમાં ભાવનગર તેમજ આસપાસના જિલ્લામાંથી ખેડૂતો ડુંગળીનું વેચાણ કરવા માટે આવતા હોય છે.

ભાવનગર : ડુંગળીમાં એક કિલોએ બે રૂપિયાની સહાય જાહેર થતા ખેડૂતોમાં અસંતોષ
Onion Organic Farming

Follow us on

નાસિક બાદ સૌરાષ્ટ્રમાં ડુંગળીનું (Onion)સૌથી વધુ ઉત્પાદન મહુવા તેમજ આસપાસના વિસ્તારોમાં થાય છે. અહીંના ખેડૂતો (Farmers)મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કરતા હોય છે. પરંતુ આ વર્ષે ડુંગળીના ભાવ નીચે જતાં ખેડૂતોની માઠી દશા બેઠી છે. ત્યારે મહુવા માર્કેટ યાર્ડના ચેરમેને મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાનને પત્ર દ્વારા જાણ કરતા એક કિલોએ બે રૂપિયાની સહાય જાહેર કરી છે. સહાય જાહેર થતાં ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો છે.

સમગ્ર ભાવનગર(Bhavnagar) જિલ્લામાં ડુંગળીનું મોટા પ્રમાણમાં ખેડૂતો વાવેતર કરતા હોય છે. ત્યારે મહુવા શહેરના માર્કેટ યાર્ડમાં ભાવનગર તેમજ આસપાસના જિલ્લામાંથી ખેડૂતો ડુંગળીનું વેચાણ કરવા માટે આવતા હોય છે. પરંતુ આ વર્ષે ડુંગળીના ભાવ નીચા જતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. ત્યારે મહુવા માર્કેટ યાર્ડના ચેરમેન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાનને આ બાબતે પત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી.

આ અનુસંધાને ગઈકાલે સરકાર દ્વારા એક કિલોએ બે રૂપિયા એટલે કે એક થેલી પર 100 રૂપિયા જાહેર કર્યા છે. જે ૧લી એપ્રિલથી ખેડૂતોએ જે માર્કેટયાર્ડમાં રહેતી હોય તેમને આ લાભ થશે. અંદાજે 45 લાખ જેટલી થયેલીઓનું વેચાણ થયેલ છે અને આગામી સમયમાં પણ આ સહાય મળે તે માટે મહુવા માર્કેટયાર્ડના ચેરમેને રજૂઆત કરેલ છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ વર્ષે ડુંગળીના ભાવ નીચા જતા ખેડૂતોમાં એક નિરાશા જોવા મળી રહી છે. ત્યારે મહુવા માર્કેટ યાર્ડના ચેરમેને મુખ્યમંત્રી અને વડાપ્રધાનને પત્ર દ્વારા જાણ કરતાં ખેડૂતોને એક થેલી દીઠ બે રૂપિયાની સહાય મળશે. તેને લઈને મહુવામાં ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને થોડા અંશે રાહત મળશે તેવો સુર છે.

ડુંગળીના ભાવ નીચા જતાં ખેડૂતોમાં એક નિરાશા જોવા મળી રહી છે. ખેડૂતોનું કહેવુ છે કે અન્ય જણસીમાં ખેડૂતોને ખૂબ જ સારા ભાવ મળે છે. પરંતુ મહુવા અને આસપાસના મોટાભાગના ખેડૂતો ડુંગળીનું વાવેતર કરતા હોય છે. ત્યારે ખેડૂતોને ઓછા ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. આ વર્ષે તાઉતે વાવાઝોડાને લઈને ખેડૂતોને ડુંગળીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. ત્યારે ખેડૂતોને આશા હતી કે આવનારા સમયમાં ડુંગળીના સારા ભાવ મળશે.પરંતુ ડુંગળીના ભાવ નીચા જતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.

 

આ પણ વાંચો :Surat : માંડવીના પાતલ ગામે વનવિભાગે દીપડીના બચ્ચાનું માતા સાથે પુનઃમિલન કરાવ્યું

આ પણ વાંચો :Power Crisis: અંગ દઝાડતી ગરમી વચ્ચે દેશમાં કોલસાની અછત, પંજાબ-બિહાર સહિત અનેક રાજ્યોમાં તોળાતું વીજ સંકટ

Next Article