Agriculture : આખરે કેળાનો આકાર કેમ સીધો નથી હોતો ? જાણો વૈજ્ઞાનિક કારણ

|

Jul 16, 2021 | 3:51 PM

કેળાનો (Banana) ઉપયોગ આપણે નાસ્તામાં કરતા હોય છે. પરંતુ શું તમને ક્યારે પણ વિચાર આવ્યો કે કેળાનો આકર સીધો કેમ નથી હોતો ?

Agriculture : આખરે કેળાનો આકાર કેમ સીધો નથી હોતો ? જાણો વૈજ્ઞાનિક કારણ
કેળાનો આકાર કેમ સીધો નથી હોતો ?

Follow us on

દુનિયામાં એવી ઘણી વસ્તુઓ છે, જેને આપણે દરરોજ જોઈએ છીએ, પરંતુ આપણે તેમના વિશે વધારે જાણતા નથી. કેળા (Banana) વિષે પણ કંઈક આવું જ છે. કેળા એનર્જીથી ભરપૂર છે. કેળા અન્ય ફળો કરતાં વધુ પૌષ્ટિક છે, કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. કેળા સસ્તા હોય બધા જ લોકો ખરીદી શકે છે. પરંતુ શું તમે કયારે પણ કેળાની બનાવટ જોઈ છે ? કેળાને જોઈને તમારા મનમાં સવાલ આવ્યો છે કે કેળાનો આકાર વાંકો કેમ હોય છે ? કેળા કેમ સીધા નથી હોતા ? આ પાછળ વૈજ્ઞાનિક કારણ છે.

કેળા કેમ નથી હોતા સીધા ?( Facts About Banana )

શરૂઆતમાં જ્યારે કેળાના ફળ ઝાડ પર ઉગે છે. ત્યારે તેની લૂમ હોય છે. લુમ એક કળી જેવું છે. દરેક પાંદડા નીચે કેળાંની લુમ હોય છે. સામાન્ય રીતે મૂળ ભાષામાં તેને ગેઇલ કહેવામાં આવે છે. આ રીતે શરૂઆતમાં કેળા જમીન તરફ વધે છે, એટલે કે તે સીધા હોય છે. પરંતુ એક વૈજ્ઞાનિક કારણ છે જેને નેગેટિવ જિઓટ્રોપિઝમ કહે છે. તેનો અર્થ એ છે કે જે વૃક્ષો સૂર્ય તરફ વધે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પ્રવૃત્તિને કારણે કેળા બાદમાં ઉપરની તરફ વધે છે. જેના કારણે કેળાનો આકાર વાંકો થઈ જાય છે. સૂર્યમુખી પણ એક સમાન છોડ છે, જે નેગેટિવ જિઓટ્રોપિઝમનું વલણ ધરાવે છે.

કેળાનો ઇતિહાસ

કેળાના વનસ્પતિશાસ્ત્રના ઇતિહાસ અનુસાર કેળાના ઝાડ સૌ પ્રથમ વરસાદી જંગલની મધ્યમાં ઉત્પન્ન થયું હતું. ત્યાં સૂર્યપ્રકાશ ખૂબ ઓછો પહોંચે છે. તેથી કેળાને વધવા માટે ઝાડ તે રીતે વધવા લાગ્યું હતું. તેથી જ્યારે પણ સૂર્યપ્રકાશ આવે ત્યારે કેળા સૂર્ય તરફ ઢળવા લાગ્યા હતા. તેથી કેળા પહેલા જમીન તરફ પછી આકાશ તરફ ઢળવાના કારણે કેળા વાંકા થઇ ગયા હતા.

કેળાનું ઝાડ અને કેળાને ધાર્મિક દૃષ્ટિકોણથી ખૂબ જ પવિત્ર ફળ માનવામાં આવે છે. ચાણક્યના અર્થશાસ્ત્રમાં કેળાના ઝાડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અજંતા-એલોરા કલાકૃતિઓમાં પણ કેળાના ઝાડની તસ્વીર જોવા મળે છે. તેથી, કેળાનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. એવું માનવામાં આવે છે કે કેળા પહેલા મલેશિયામાં લગભગ 4000 વર્ષ પહેલાં ઉગાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તે આખી દુનિયામાં ઉગવા લાગ્યા હતા. આજે સ્થિતિ એ છે કે વિશ્વમાં આશરે 51% કેળા ફક્ત નાસ્તામાં જ ખાવામાં આવે છે.

કેળાના ફાયદા

કેળામાં ગ્લુકોઝ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને એનર્જી વધારવામાં મદદ કરે છે. તેમાં 75 ટકા પાણીનો સમાવેશ થાય છે. કેળામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન અને તાંબુ પણ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. આંતરડાની સફાઈ માટે કેળા ખૂબ ફાયદાકારક છે. જ્યારે કબજિયાતની તકલીફ હોય ત્યારે કેળા પણ ખૂબ અસરકારક છે. મોઢામાં ચાંદી પડી હોય તે સ્થિતિમાં ગાયના દૂધમાંથી બનાવાયેલા દહીં સાથે કેળાનું સેવન કરવાથી મોઢાના ચાંદા મટી જાય છે.

Next Article