
કેન્દ્રીય કૃષિ વિભાગે (Agriculture Department) રવિ અભિયાન 2023-24 માટે રાષ્ટ્રીય પરિષદનું આયોજન કર્યું હતું. કેન્દ્રીય કૃષિ સચિવ મનોજ આહુજાના જણાવ્યા અનુસાર, 2022-23ની સીઝનમાં દેશમાં અનાજનું ઉત્પાદન (Food Grain Production) 3305 લાખ ટન રહેવાનો અંદાજ છે, જે 2021-22 દરમિયાન અનાજના ઉત્પાદન કરતાં 149 લાખ ટન વધુ છે. ચોખા, મકાઈ, ચણા, કઠોળ, સરસવ, તેલીબિયાં અને શેરડીના વિક્રમી ઉત્પાદનનો અંદાજ છે.
કૃષિ સચિવના જણાવ્યા અનુસાર, 2022-23 દરમિયાન કઠોળનું ઉત્પાદન 275 લાખ ટન અને તેલીબિયાંનું કુલ ઉત્પાદન 410 લાખ ટન રેકોર્ડ રહેવાનો અંદાજ છે. છેલ્લાં 8 વર્ષમાં કુલ ખાદ્યાન્નનું ઉત્પાદન 251.54 થી 31 ટકા વધીને 330.54 મિલિયન ટન થયું છે. વર્ષ 2022-23 માટે કૃષિ ઉત્પાદનોની નિકાસ $53.145 બિલિયનને વટાવી ગઈ છે.
ઇકોસિસ્ટમ માટે અનુકૂળ એવા પાકની ખેતીને દેશમાં પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે જરૂરિયાતના આધારે પાકના વૈવિધ્યકરણને પણ પ્રોત્સાહન આપવા માટે પ્રયન્તો કરવામાં આવી રહ્યા છે. અનાજ ઉત્પાદનનો રાષ્ટ્રીય લક્ષ્યાંક 3320 લાખ ટન છે. કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર, વર્ષ 2023-24 માટે કુલ ખાદ્યાન્ન ઉત્પાદનનો રાષ્ટ્રીય લક્ષ્યાંક 3320 લાખ ટન નિર્ધારિત કરવામાં આવ્યો છે. રવી સિઝન તેમાં 1612 લાખ ટનનું યોગદાન આપશે.
આ પણ વાંચો : Farming in October: ખેડૂતોએ ઓક્ટોબર મહિનામાં ખેતી કરતી વખતે આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન, મળશે સારું ઉત્પાદન
રવિ પાકનો હિસ્સો કઠોળ માટે 292 લાખ ટનમાંથી 181 અને તેલીબિયાં માટે 440 લાખ ટનમાંથી 145 હશે. આ વ્યૂહરચના આંતર-પાક અને પાક વૈવિધ્યકરણ દ્વારા વિસ્તાર વધારવાની અને HYV ની રજૂઆત અને ઓછી ઉપજ ધરાવતા વિસ્તારોમાં યોગ્ય કૃષિ પદ્ધતિઓ અપનાવવા દ્વારા ઉત્પાદકતા વધારવાની હશે.
છેલ્લા 3 વર્ષમાં સરસવનું ઉત્પાદન 91.24 થી 37 ટકા વધીને 124.94 લાખ ટન થયું છે. ઉત્પાદકતા 1331 થી 7 ટકા વધીને 1419 કિગ્રા/હેક્ટર થઈ. સરસવનો વિસ્તાર 2019-20માં 68.56 લાખ હેક્ટરથી 28 ટકા વધીને 2022-23માં 88.06 લાખ હેક્ટર થયો છે. સરસવનું ઉત્પાદન વધવાથી પામ અને સૂર્યમુખી તેલની આયાતમાં આવતી કેટલીક સમસ્યાઓને દૂર કરવામાં મદદ મળી રહી છે.
Published On - 8:38 pm, Sat, 30 September 23