Apple અને Google દ્વારા વિશ્વભરના યુઝર્સને ચેતવણી આપવામાં આવી છે. ચેતવણી એવી છે કે, સરકાર સમર્થિત હૅકર્સ (Government Backed Hackers) તેમના ડિવાઇસને સ્પાયવેરથી નિશાન બનાવી શકે છે. બંને કંપનીઓએ પુરાવા મળ્યા પછી ઘણા યુઝર્સને એલર્ટ મોકલ્યું છે, જેના કારણે અનેક દેશોમાં સાઇબર સુરક્ષા અને દેખરેખના મુદ્દાઓની તપાસ શરૂ થઈ છે.
આ અઠવાડિયે વિશ્વભરના યુઝર્સને નવી ચેતવણી આપવામાં આવી છે. આમાં જણાવવામાં આવ્યું છે કે, State-linked હૅકર્સ તેમના ડિવાઇસને નિશાન બનાવી શકે છે. મોટી ટેક કંપનીઓ વધી રહેલા સ્પાયવેર અને દેખરેખ અભિયાનો સામે સતત એલર્ટ મોકલી રહી છે.
એપલે કહ્યું કે, તેણે 2 ડિસેમ્બરે નવા એલર્ટ મોકલ્યા હતા પરંતુ કંપનીએ આ અંગે માહિતી આપી નથી કે, કેટલા યુઝર્સ પ્રભાવિત થયા છે અથવા તો આ હુમલાઓ પાછળ કયું ગ્રુપ હોઈ શકે છે. એપલ દ્વારા અત્યાર સુધીમાં 150 થી વધુ દેશોમાં આવા એલર્ટ આપવામાં આવ્યા છે.
ખાસ વાત એ છે કે, જ્યારે Apple ને એવા પુરાવા મળે છે કે, કોઈ યુઝરને નિશાનાબંધ હેકિંગ પ્રયાસનો ભોગ બનાવવામાં આવી રહ્યો છે, જે સામાન્ય રીતે સરકાર અથવા સરકારી કોન્ટ્રાક્ટર્સ સાથે જોડાયેલા હોય છે, ત્યારે આ પ્રકારની ચેતવણી મોકલવામાં આવે છે.
Google દ્વારા 3 ડિસેમ્બરે જણાવવામાં આવ્યું હતું કે, તેણે ‘Intellexa’ સ્પાયવેરના નિશાને આવેલા તમામ યુઝર્સને જાણ કરી દીધી છે. ઘણા એકાઉન્ટ્સ પર મોકલવામાં આવેલ આ ચેતવણીમાં પાકિસ્તાન, કઝાકિસ્તાન, અંગોલા, ઇજિપ્ત, ઉઝબેકિસ્તાન, સાઉદી અરેબિયા અને તાજિકિસ્તાન જેવા દેશોનો સમાવેશ થાય છે.
Apple અને Google ના આવા એલર્ટ અગાઉ પણ ઘણા રાજકીય અને નિયમનકારી તપાસોનું કારણ બની ચૂક્યા છે. યુરોપિયન યુનિયને પણ કેટલીક વખત એવા કેસોની તપાસ કરી છે કે, જ્યારે વરિષ્ઠ અધિકારીઓને સ્પાયવેર દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી.
Published On - 4:15 pm, Mon, 8 December 25