Yuvraj Singh ની હરિયાણા પોલીસે ધરપકડ કરી, યુઝવેન્દ્ર ચહલને અપમાનજનક શબ્દના મામલે નોંધાઇ હતી FIR

છેલ્લે 2017 માં ટીમ ઇન્ડિયા (Team India) તરફથી રમનાર યુવરાજ સિંહે (Yuvraj Singh) 2019 માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

Yuvraj Singh ની હરિયાણા પોલીસે ધરપકડ કરી, યુઝવેન્દ્ર ચહલને અપમાનજનક શબ્દના મામલે નોંધાઇ હતી FIR
Yuvraj Singh
| Edited By: | Updated on: Oct 17, 2021 | 10:27 PM

ટીમ ઇન્ડિયા (Team India) ના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ (Yuvraj Singh) ની હરિયાણામાં પોતાના સાથી ક્રિકેટર માટે અપમાનજનક શબ્દો વાપરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. દિગ્ગજ ડાબોડી ભારતીય ક્રિકેટર યુવરાજની શનિવારે 16 ઓક્ટોબરે હરિયાણાના હિસાર જિલ્લાના હાંસી ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજ પર જાતિવાદી શબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ હતો, જેની ફરિયાદ ગયા વર્ષે કરવામાં આવી હતી. જોકે આ પછી, SC-ST એક્ટના કેસમાં તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. હવે રવિવારે તેની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે, તેને તરત જ જામીન પણ મળી ગયા હતા.

યુવરાજ સિંહ ગયા વર્ષે તેનાથી એક અજાણતા કહેવાતી ટિપ્પણીને કારણે આ મામલામાં સપડાયો હતો. 2020 માં લોકડાઉન દરમિયાન અન્ય ઘણા ખેલાડીઓની જેમ, યુવરાજ સિંહ પણ તેના સાથી ખેલાડીઓ સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવ પર વાત કરી રહ્યો હતો અને ચાહકોનું મનોરંજન કરી રહ્યો હતો. તેણે ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) સાથે આવી જ એક લાઇવ ચેટ કરી હતી. આ લાઇવ ચેટ દરમિયાન, યુવીએ ભારતીય ટીમના સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) વિશે એક શબ્દનો ઉપયોગ કર્યો હતો, જે જાતિવાદી ટિપ્પણીના દાયરામાં આવતો હતો.

યુવરાજના આ નિવેદન બાદ ઘણો વિવાદ થયો હતો અને સોશિયલ મીડિયા પર તેની વિરુદ્ધ ખૂબ જ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. બીજી બાજુ, સોશિયલ મીડિયા સિવાય, હરિયાણાના હિસાર જિલ્લાના હંસીના વકીલ રજત કલસને પૂર્વ ભારતીય ક્રિકેટર વિરુદ્ધ ફરિયાદ કરવામાં હતી. ત્યારબાદ યુવરાજ સામે SC-ST એક્ટની કલમો હેઠળ FIR નોંધાઇ હતી. આ વકીલ દ્વારા ગત વર્ષથી જ યુવરાજ સિંહની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી રહી હતી.

 

કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા

આ કેસમાં યુવરાજે ધરપકડ ટાળવા માટે પંજાબ-હરિયાણા હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જે કોર્ટે સ્વીકારી લીધી હતી. આ કારણે, યુવરાજે શનિવારે હાંસી પોલીસ સ્ટેશનમાં રજૂ થયો હતો. જ્યાં તેની ફરીથી થોડા સમય માટે પૂછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ, કોર્ટના આદેશને અનુસરીને પોલીસે ઔપચારિકતાઓ પૂર્ણ કરી યુવરાજને જામીન પર મુક્ત કર્યો.

2000 માં ટીમ ઇન્ડિયા માટે ડેબ્યુ કરનાર યુવરાજ સિંહે 2017 માં ટીમ ઇન્ડિયા માટે છેલ્લી મેચ રમી અને 2019 માં ક્રિકેટને અલવિદા કહ્યું. પોતાની 17 વર્ષની લાંબી કારકિર્દીમાં, યુવરાજે ત્રણેય ફોર્મેટમાં ભારત માટે લગભગ 12,000 રન બનાવ્યા અને 150 વિકેટ પણ લીધી. તે 2007 માં ટી20 વર્લ્ડ કપ અને 2011 માં વનડે વર્લ્ડ કપ જીતનાર ટીમનો ભાગ હતો અને બંને જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચોઃ T20: વિશ્વકપ હોય કે IPL ટૂર્નામેન્ટ, એમએસ ધોની T20 ટૂર્નામેન્ટની ટ્રોફી ઉપાડવામાં છે કેપ્ટન ‘કિંગ’

 

આ પણ વાંચોઃ T20 World Cup: પ્રથમ મેચમાં જ કમાલ ! વિશ્વકપમાં જે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા જ કરી શક્યા એ કામ ઓમાને કરી દેખાડ્યુ

Published On - 10:12 pm, Sun, 17 October 21