કોણે ફેલાવી તાજમહેલમાં બોમ્બ હોવાની અફવા, શું હતું કારણ, જાણો વિગત

|

Mar 04, 2021 | 11:59 AM

આગ્રાના લોહમંડી પોલીસ સ્ટેશનમાં યુપી પોલીસને તાજમહાલમાં બોમ્બ હોવાની સૂચના મળી હતી. જે બાદ તેમને સર્ચ ઓપરેશન હાથ ધરીને આ અફવા ફેલાવનાર યુવકની ધરપકડ કરી હતી.

કોણે ફેલાવી તાજમહેલમાં બોમ્બ હોવાની અફવા, શું હતું કારણ, જાણો વિગત
તાજમહેલ

Follow us on

વિશ્વના સાત અજાયબીઓમાંથી એક તાજમહેલમાં બોમ્બ હોવાના સમાચાર મળ્યા હતા, પરંતુ આ માહિતી નકલી હોવાનું બહાર આવ્યું છે. જો કે બોમ્બની માહિતી મળ્યા બાદ અંદર આવેલા પ્રવાસીઓને બહાર નીકાળી દેવામાં આવ્યા હતા અને તાજમહેલના બંને દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. અજાણ્યા શખ્સ દ્વારા ફોન પર વિસ્ફોટકો હોવાનું પોલીસને જણાવવામાં આવ્યું હતું. યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે. પૂછપરછ દરમિયાન યુવકે જણાવ્યું છે કે તે નોકરી નહીં મળતાં નારાજ થઇને આ કામ કર્યું.

સૈનિક ભરતી રદ થતાં યુવક હતો નારાજ

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

જણાવી દઈએ કે આગ્રાના લોહમંડી પોલીસ સ્ટેશનમાં યુપી પોલીસને બોમ્બની સૂચના મળી હતી. આગ્રામાં પ્રોટોકોલ એસપી શિવરામ યાદવે જણાવ્યું હતું કે ફોન દ્વારા બોમ્બ અંગેની માહિતી આપતો યુવાન ફિરોઝાબાદનો રહેવાસી છે. લશ્કરી ભરતી રદ થતાં તે ગુસ્સે હતો. શિવરામ યાદવે કહ્યું કે ફોન કોલ બાદ પોલીસે નંબર દ્વારા યુવકની શોધી કરવામાં આવી હતી અને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

 

 

તાજમહેલમાં સર્ચ ઓપરેશન

બોમ્બની જાણ થતાં જ તાજમહેલ સંકુલમાં મોટી સંખ્યામાં સીઆઈએસએફ તહેનાત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે આખા તાજમહેલમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઘટના બાદ આ વિસ્તારમાં હંગામો મચી ગયો છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે બોમ્બના સમાચાર ફેક છે. જોકે, વહીવટી તંત્રે સમયસર કડક પગલા લીધા હતા.

નોંધપાત્ર વાત છે કે દરરોજ હજારો લોકો તાજમહેલને જોવા આવે છે. દેશમાંથી જ નહીં વિદેશથી પણ મોટી સંખ્યામાં લોકો ભારત આવે છે. શાહજહાંએ મુમતાઝના અવસાન પછી તાજમહેલ બનાવ્યો હતો.

Next Article