Jamnagar: કલ્યાણપુરમાં સગીરને માર મારવા મામલે કોઈ પગલા ના લેવાતા કલાકારોએ ઉઠાવ્યો અવાજ, રાજભા ગઢવી અને જીતુ દાદે વ્યક્ત કર્યું દુઃખ

|

Aug 11, 2021 | 4:23 PM

દેવભુમિદ્રારકાના કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં સગીરને માર મારવાનો મામલો વધુ ગરમાયો છે. પોલીસ કસ્ટડીમાં માર મારવાના પ્રકરણમાં કોર્ટ દ્વારા સોંપાયેલ તપાસનું બાળ મરણ થઈ ગયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું

Jamnagar: કલ્યાણપુરમાં સગીરને માર મારવા મામલે કોઈ પગલા ના લેવાતા કલાકારોએ ઉઠાવ્યો અવાજ, રાજભા ગઢવી અને જીતુ દાદે વ્યક્ત કર્યું દુઃખ
ફાઈલ ફોટો

Follow us on

દેવભુમિદ્રારકાના કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં સગીરને માર મારવાનો મામલો વધુ ગરમાયો છે. પોલીસ કસ્ટડીમાં માર મારવાના પ્રકરણમાં કોર્ટ દ્વારા સોંપાયેલ તપાસનું બાળ મરણ થઈ ગયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. 22 દિવસ પૂર્વે પોલીસ કસ્ટડીમાં માર મારવામાં આવ્યો હતો. પીએસઆઇ સહિત અન્ય ચાર કોન્સ્ટેબલ દ્વારા ઢોર માર મારતા સગીર દ્વારા કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. ત્યારબાદ કોર્ટ દ્વારા ડીવાયએસપી ને તપાસ સોંપાઈ હતી. ખાતાકીય તપાસનું હજુ સુધી કોઈ પરિણામ નહીં આવતા આખરે રાજયના જાણીતા સાહિત્ય કલાકારો સગીરને ન્યાય અપાવવા મેદાને ઉતર્યા છે.

22 દિવસ બાદ પણ હજુ સુધી કાર્યવાહી ન થતા પોલીસની કામગીરી હજુ પણ શંકાના દાયરામાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પોલિસ દ્રારા સગીરને બેહરેમીથી માર મારતા કોર્ટે પોલિસને તપાસ કરવા આદેશ તો આપ્યા. પરંતુ પોલિસ તપાસમાં કોઈ પરીણામ ન આવતા પોલિસ જ બચાવની ભુમિકામાં હોવાના આક્ષેપ લોકો દ્વારા થઈ રહ્યા છે.

કલ્યાણપુર તાલુકા રાણ ગામમા દારૂના કેસમાં પોલિસે કાર્યવાહી કરી હતી. જેમાં સગીરને પકડી બાદ તેમના પરીવારજનોને અન્ય વ્યકિતને હાજર કરી સગીરને છોડવવા માટેની ઓફર આપવામાં આવી હતી. તેમજ પૈસાની માંગણી કરી હોવાનો પરીવારજનોએ આક્ષેપ કર્યા હતા. સાથે જ પોલિસ સાથેની વાતચીતનો ઓડીયો વાયરલ કરવામાં થયો હતો. તેમજ સગીરને માર માર્યા બનાવ પ્રકાશમાં આવ્યા બાદ થોડા દિવસમાં પોલીસ દ્વારા તેમના પરિવારજનોને ધમકી આપવાનો ઓડિયો વાયરલ થયો હતો.

ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો

તે ઓડિયોમાં પણ પોલીસ કોન્સ્ટેબલ દ્વારા માર માર્યાની કબૂલાત કરવામાં આવી હતી અને પરિવારજનોને કેસ પાછો ખેંચી લેવા દબાણ કરવામાં આવ્યું હતું. છતાં પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે.

પોલિસ કોર્ટથી ઉપર હોય તેમ દારૂના કેસમાં સગીરને માર માર્યા બાદ પણ મામલો કોર્ટમાં પહોચ્યો હતો. કોર્ટ દ્રારા પોલિસ સામે તપાસના આદેશ હોવા છંતા કોર્ટના આદેશને અવગણીને કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. ત્યારે સગીરને ન્યાય મળે તે માટે ગુજરાતના જાણીતા સાહિત્ય કલાકારો અવાજ ઉઠાવ્યો છે. જાણીતા કલાકાર રાજભા ગઢવીએ અને કવિ દાદ ના પુત્ર જીતુ દાદે દુઃખ વ્યક્ત કર્યું છે. સગીરને યોગ્ય ન્યાય મળે તે માટે સાહિત્ય કલાકારો મેદાને ઉતર્યા છે.

સાહિત્ય કલાકારોએ પોલીસ દ્વારા સગીરને માર મારવાની ઘટનાથી ખૂબ દુઃખી થયા હોવાનું જણાવ્યું અને પોલીસ દ્વારા કરવામાં આવેલ અમાનવીય વર્તન એ આપણા સંવિધાનને દાગ લગાડનારી ગણાવી. આ બાબતમાં યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવાની માંગ સાહિત્ય કલાકાર રાજભા ગઢવી તેમજ જીતુ દાદ દ્વારા કરવામાં આવી છે. હજુ પણ આ કેસમાં કોઈ પરીણામ નહી આવે તો આ મામલે વધુ લોકો સગીરનો અવાજ બની અવાજ ઉઠાવશે.

 

આ પણ વાંચો: IAS ટોપર ટીના ડાબી અને અતહર ખાને લગ્નના 2 વર્ષ બાદ લીધા છૂટાછેડા, ગયા વર્ષે પરસ્પર સંમતિથી દાખલ કરી હતી અરજી

આ પણ વાંચો: Surat: સુરતમા ફરી માથાભારે તત્વોનો આતંક, રામપુરા વિસ્તારમાં કુખ્યાત બૂટલેગરના પુત્ર પર હુમલો થતાં વાતાવરણ બન્યું તંગ

Next Article