Valsad :નિઃસંતાનપણું દૂર કરવા લોકો પાસેથી રૂપિયા ખંખેરનારા બેને લોકોએ માર્યા

|

May 08, 2022 | 5:49 PM

Valsad : શનિવારે પણ નિઃસંતાન દંપતીને આયુર્વેદિક દવા પીવડાવી 9 હજાર રૂપિયા પડાવી ગયા હતા. કહેવાતા વેધરાજ પરિવારના ઘરે મોબાઈલ ભૂલી જતા ફરી ગામમાં આવ્યા હતા,

Valsad :નિઃસંતાનપણું દૂર કરવા લોકો પાસેથી રૂપિયા ખંખેરનારા બેને લોકોએ માર્યા
Valsad: Two people killed for extorting money from people to eradicate childlessness

Follow us on

વલસાડ (Valsad) તાલુકામાં નિઃસંતાનપણુ દૂર કરવાની દવા આપી રૂપિયા ખંખેરનારા બે ઢોંગીનો (Hypocrite)પર્દાફાશ કરી લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. વલસાડના ખડકીભગડા કુંભારવાડા વિસ્તારમાં આ ઢોંગીઓએ એક વર્ષ પહેલા પણ નિઃસંતાનપણુ દૂર કરવાના દાવા કરી લોકોને ખંખેર્યા હતા. જે લોકો પાસેથી એક વર્ષ અગાઉ આ બાબતે રૂપિયા પડાવ્યા હતા, તેની સાથે જ કહેવાતા વૈધરાજનો ભેટો થઈ જતાં પોલ ખુલ્લી પડી ગઈ હતી.

આ બનાવ અંગે પોલીસ (POLICE) સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વલસાડના ખડકીભગા કુંભાર વાડ વિસ્તારમાં એક વર્ષ અગાઉ મજબૂર પરિવારોને આયુર્વેદિક દવા પીવડાવી છેતરી જનાર બે ઢોંગી ફરી આજ ગામમાં આવ્યા હતા.

શનિવારે પણ નિઃસંતાન દંપતીને આયુર્વેદિક દવા પીવડાવી 9 હજાર રૂપિયા પડાવી ગયા હતા. કહેવાતા વેધરાજ પરિવારના ઘરે મોબાઈલ ભૂલી જતા ફરી ગામમાં આવ્યા હતા, મહિલાને દવા પીવડાવી છે હજાર પડાવી જનારને અગાઉ ભોગ બનેલા લોકોએ ઘેરી જાહેરમાં મેથીપાક ચખાડતા ભારે ચકચાર મચી હતી.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

વાયુવેગે આ વાત ફેલાતા ગામના લોકો એકત્ર થઈ ગયા હતા, વલસાડના ખડીક કુંભાડવાડની પાછળ રહેતા મુકેશ મંગુ રાઠોડ તેમની પત્ની તન્વીબેન મુકેશ રાઠોડને સંતાન પ્રાપ્ત ન થતા હતા. તેમના લગ્નને 17 વર્ષ થયા છતાં છોકરા ન થતા હતા. ત્યારે બે ઢોંગીઓએ પરિવારને વિશ્વાસમાં લઇ આયુર્વેદિક દવા પીવડાવી સંતાન પ્રાપ્ત કરી આપવાનો દાવો કર્યો હતો. અને તેમની પાસેથી 9 હજાર રૂપિયા પડાવ્યા હતા. આજે ગામમાં આવેલ વિજય વૈધરાજ દ્વારા તન્વીબેનને દવા પીવડાવી 9 હજાર રૂપિયા પણ લઈ લીધા હતા.

આજ બે ઢોંગી લોકોએ ગામના 5-6 પરિવાર પાસેથી અલગ અલગ રીતે અગાઉ પણ પૈસા પડાવ્યા હતા. લોકોને વિશ્વાસમાં લઇ તેમની પાસે પૈસા ના હોઈ તો ઘરેણાં વ્યાજ ઉપર મુકાવી પૈસા પડાવતા હતા. જેને પગલે તેમના આયુર્વેદિક દવાના નામે પૈસા પડાવી લેતા હોય ભોગ બનેલા લોકોએ બન્ને ઢૉગીને ઓળખી જતા લોકોએ તેમને ઘેરી લઈ માર માર્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતા તેઓ ઘટના પહોંચી જઈ ઇજાગ્રસ્ત થયેલા બંનેને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Next Article