વલસાડ : સોશિયલ મીડિયા થકી સગીરાને બ્લેક મેઇલ કરવાનો ખેલ, આરોપી પોલીસ સકંજામાં

|

Apr 02, 2022 | 6:40 PM

ચોંકાવનારી વાત તો એ છે કે આ હવસખોર નરાધમ અહીંથી અટક્યો નહતો. તેણે ફરી વાર સગીરાને પોતાના વશમાં કરવા પ્રયત્નો કર્યા હતા. જોકે પહેલાથી દાઝી ચુકેલી સગીરાએ તેના વશ થઇ નહતી.

વલસાડ : સોશિયલ મીડિયા થકી સગીરાને બ્લેક મેઇલ કરવાનો ખેલ, આરોપી પોલીસ સકંજામાં
Valsad: Blackmailing Sagira through social media, accused in police custody

Follow us on

ફરી એકવાર એક સગીરાને લગ્નની લાલચે શોષણ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક નરાધમે (Valsad) વલસાડની એક સગીરા જોડે પ્રેમ સંબંધો બાંધીને તેના ઉપર વારંવાર દુષ્કર્મ (Rape) આચર્યું હતું. જોકે બાદમાં તેને તરછોડી દઈ અને તેના અંગત ફોટો સોશિયલ મીડિયામાં (Social Media) અપલોડ કર્યા હતા. જોકે આ વિકૃત શખ્સ વધુ બચી ન શક્યો અને આવી ગયો પોલીસ ગીરફતમાં.

સોશિયલ મીડિયા જેટલું ઉપયોગી છે, એટલો જ તેનો દુરુપયોગ પણ થઇ રહ્યો છે. અને કેટલાક વિકૃત શખ્સો સોશિયલ મીડિયાને માધ્યમ બનાવી પોતાની કાળી કરતૂત કરે છે. ત્યારે વલસાડની એક સગીરા પણ આવાજ એક શખ્સનો શિકાર બની છે. પહેલા તો આ શખ્સ સગીરાને જનમ જનમનો સાથી લાગતો હતો. કેમ કે સગીરા તેના પ્રેમમાં આંધળી થઈ ગઈ હતી. જોકે બાદમાં તેનો શૈતાની ચહેરો સામે આવ્યો અને સગીરાની જિંદગી બરબાદ થઈ ગઈ હતી. સગીરા અને આરોપી શખ્સનું ઘર નજીકના ગામમાં છે. મંદિરમાં આવતા જતા અને કેટલીક વાર અપ ડાઉન દરમિયાન આ શખ્સ એ સગીરાને પોતાની પ્રેમજાળમાં ફાંસી લીધી હતી. બાદમાં તેની જોડે લગ્ન કરવાના વચનો આપી સગીરાને સુરત લઇ ગયો હતો. ત્યાં પણ તેણે અનેક વાર સગીરા જોડે શારીરિક સંબંધ બાંધ્યા હતા.જોકે બાદમાં સગીરાને તરછોડી દીધી હતી.

ચોંકાવનારી વાત તો એ છે કે આ હવસખોર નરાધમ અહીંથી અટક્યો નહતો. તેણે ફરી વાર સગીરાને પોતાના વશમાં કરવા પ્રયત્નો કર્યા હતા. જોકે પહેલાથી દાઝી ચુકેલી સગીરાએ તેના વશ થઇ નહતી. જેથી તેણે નકલી ફેસબુક એકાઉન્ટ બનાવીને સગીરાના અંગત અશ્લીલ ફોટો ફેસબુક ઉપર અપલોડ કર્યા હતા. અને હાર્ડ કોપી પણ જુદી જુદી જગ્યાએ ફેલાવી હતી. જોકે મામલો પોલીસ સુધી જતા આખરે આ વિકૃત પાંજરે પુરાયો છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

સોશિયલ મીડિયામાં ખોટા નામે એકાઉન્ટ બનાવી યુવતીઓને ફસાવવાના, તેમને બદનામ કરવાના અનેક કિસ્સા સામે આવી ચુક્યા છે. જોકે તેમ છતાં આવી માનસિકતા ધરાવતા લોકો અટકતા નથી. ત્યારે આ માટે કડકમાં કડક કાયદો ઘડવાની જરૂર છે કે જેનાથી આવા તત્વો કોઈને બદનામ કરતા પહેલા 100 વાર વિચાર કરે.

આ પણ વાંચો :Ahmedabad: અરવિંદ કેજરીવાલની રેલીમાં ભીડ એકત્ર કરવા નાણાં વહેચાયો હોવાના આક્ષેપ સાથે ભાજપે વિડીયો શેર કર્યો

 

આ પણ વાંચો :Vadodara: આજવા રોડ પર સ્મશાનની માગ સાથે લોકોએ રસ્તા પર ઉતરવુ પડ્યુ, જાણો શું છે કારણ

Next Article