Vadodara: ભાજપના કથિત કાર્યકર વિરુદ્ધ ઠગાઇનો ગુનો, યુકેના વિઝા અપાવવાના બહાને કરી છેતરપિંડી

|

Aug 12, 2021 | 9:07 PM

દોઢ વર્ષ પૂર્વ નોકરી આપવાનું કહી 4 યુવક પાસેથી કુલ 20 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.. ત્યારે પાણીગેટ પોલીસે ઠગની ધરપકડ કરી રિમાન્ડ પર લીધો છે.. અને કાનુની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જે પી રોડ પોલીસ ટ્રાન્સફર વોરંટથી વધુ એક ગુનામાં ધરપકડ કરશે.

વડોદરા(Vadodara)માં ભાજપના કથિત કાર્યકર વિરુદ્ધ વધુ એક ઠગાઈ(Cheating)નો ગુનો દાખલ થયો છે.થોડા દિવસ પહેલા વડોદરામાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ચિંતન ઉર્ફે ચેતન પટેલે કેનેડાના વિઝા(Visa)અપાવી દેવાના મામલે પોતાના સાળાને ઠગતા પોલીસે ધરપકડ કરી હતી.. અને તેની પુછપરછ કરતાં અલગ અલગ વધુ 5 લોકો સાથે ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું હતું.

જેમાના એક પીડિતે આરોપી વિરુદ્ધ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો દાખલ કર્યો છે.તો વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પણ ત્રીજી ફરિયાદ નોંધાઇ છે.આરોપીએ યુકેના વિઝા આપવાના નામે અને સસ્તા દરે મકાન અપાવવાના નામે 5.64 લાખની કરી ઠગાઈ કરી હતી.

આ ઉપરાંત દોઢ વર્ષ પૂર્વ નોકરી આપવાનું કહી 4 યુવક પાસેથી કુલ 20 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.. ત્યારે પાણીગેટ પોલીસે ઠગની ધરપકડ કરી રિમાન્ડ પર લીધો છે.. અને કાનુની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જે પી રોડ પોલીસ ટ્રાન્સફર વોરંટથી વધુ એક ગુનામાં ધરપકડ કરશે.

આ પણ વાંચો : Gold Price Today : સોનાના ભાવમાં અચાનક આવ્યો ઉછાળો ? જાણો શું છે કારણ?

આ પણ વાંચો : સુરત રેલવે સ્ટેશને સામુહિક ગવાયુ રાષ્ટ્રગીત, વીડિયો બનાવીને રાષ્ટ્રગીત ડોટ ઈન વેબસાઈટ પર કરાયો અપલોડ

Published On - 8:41 pm, Thu, 12 August 21

Next Video