વડોદરાના જવેલર્સ-શૉ રુમમાંથી 2 મહિલાએ 11 મિનિટમાં કરી 11 તોલા સોનાની બંગડીની ચોરી!

વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં આવેલા મલાબાર જવેલર્સના શો રૂમમાંથી 11 તોલાની સોનાની બંગડીઓની ચોરીની ઘટના બની હતી. દિવસના અંતે સ્ટોકની ગણતરી વખતે 11 તોલા સોનાની ઘટ પડતા આ સમગ્ર મામલાની જાણ થઈ હતી. TV9 Gujarati   જોકે સીસીટીવી ફૂટેજ ચકાસતા માલુમ પડ્યું કે બે મહિલાઓએ ચોરી કરી છે. 4 લાખ 38 હજારની કિંમતની 11 તોલાની બંગડી […]

વડોદરાના જવેલર્સ-શૉ રુમમાંથી 2 મહિલાએ 11 મિનિટમાં કરી 11 તોલા સોનાની બંગડીની ચોરી!
| Edited By: | Updated on: Mar 13, 2019 | 12:29 PM

વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં આવેલા મલાબાર જવેલર્સના શો રૂમમાંથી 11 તોલાની સોનાની બંગડીઓની ચોરીની ઘટના બની હતી. દિવસના અંતે સ્ટોકની ગણતરી વખતે 11 તોલા સોનાની ઘટ પડતા આ સમગ્ર મામલાની જાણ થઈ હતી.

TV9 Gujarati

 

જોકે સીસીટીવી ફૂટેજ ચકાસતા માલુમ પડ્યું કે બે મહિલાઓએ ચોરી કરી છે. 4 લાખ 38 હજારની કિંમતની 11 તોલાની બંગડી ચોરી કરતા આ મહિલાઓને માત્ર 11 મિનિટનો સમય લાગ્યો હતો. પહેલા તો આ મહિલાઓએ અલગ અલગ ડિઝાઇન વાળી બંગડીઓ જોઈ અને પછી સેલ્સગર્લ સાથે રકઝક કરીને ચોરી કર હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે આ મહિલાઓ સારા ઘરની દેખાઈ રહી છે અને કેવી રીતે તેઓ સોનાની બંગડીઓ સેરવીને પર્સમાં મૂકે છે. આ મામલે હાલ ગોત્રી પોલીસ સ્ટેશમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ ચોર મહિલાઓની ધરપકડ કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us