Vadodara: સંસ્કારી નગરી વડોદરા શહેરમાંથી આંતરરાજ્ય હાઇપ્રોફાઇલ એસ્કોર્ટ સર્વિસનો પર્દાફાશ
Vadodara: High profile sex racket caught again from civilized city of Vadodara, escort service run by social networking site exposed

Vadodara: સંસ્કારી નગરી વડોદરા શહેરમાંથી આંતરરાજ્ય હાઇપ્રોફાઇલ એસ્કોર્ટ સર્વિસનો પર્દાફાશ

| Edited By: | Updated on: Jun 23, 2021 | 9:59 PM

Vadodara: સંસ્કારી નગરી વડોદરા શહેરમાંથી ફરી હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપાયું છે. શહેર SOGએ સયાજીગંજની "હોટેલ ન્યૂ રીલેક્ષ ઇન"માં દરોડા પાડીને ત્રણ લોકોની ધરપકડ કરી

Vadodara: સંસ્કારી નગરી વડોદરા શહેરમાંથી ફરી હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપાયું છે. શહેર SOGએ સયાજીગંજની “હોટેલ ન્યૂ રીલેક્ષ ઇન”માં દરોડા પાડીને ત્રણ લોકોની ધરપકડ કરી છે, જ્યારે બે રૂપલલનાઓની અટકાયત કરી છે.

મળતી માહિતી પ્રમાણે એસ્કોર્ટ સર્વિસની સ્કોકા નામની સાઇટ બનાવે તે ગ્રાહકોને આકર્ષિત કરતા હતા આ ઉપરાંત અલગ-અલગ યુવતિઓના ફોટા બતાવીને ગ્રાહકોને બોલાવવામાં આવતા હતા. મહારાષ્ટ્રની યુવતીઓને બોલાવી આંતરરાજ્ય હાઈપ્રોફાઇલ સેક્ટ રેકેટ ચલાવવામાં આવતું હતું. મહત્વનું છે કે, સયાજીગંજ પોલીસ ઉંઘતી ઝડપાઇ અને શહેર SOGએ આ હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

સોશ્યલ નેટવર્કીંગ સાઈટનાં માધ્યમથી ચાલી રહેલી એસ્કોર્ટ સર્વિસ સંદર્ભે પોલીસ પાસે માહિતિ હતી અને તેના આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. સયાજીગંજની “હોટેલ ન્યૂ રીલેક્ષ ઇન”માં ગ્રાહક બુક કરી આ હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટ ચલાવવામાં આવતું હતું. સમગ્ર કાંડમાં હોટેલનાં મેનેજરની સંડોવણી પણ બહાર આવી હતી.

વડોદરા શહેર SOGએ આ એસ્કોર્ટ સર્વિસનો પર્દાફાશ કર્યો હતો. ચોક્કસ વેબસાઇટ પર આપેલા નંબર પર સંપર્ક કરતા  રૂપલલનાઓના ફોટાઓ આવી જતા હતા જેને આધારે SOGએ રેડ કરીને સયાજીગંજની “હોટેલ ન્યૂ રીલેક્ષ ઇન”માં ત્રણ શખ્સ અને બે રૂપલલનાઓની અટકાયત કરી હતી.