ભંગારના વેપારીએ સરકારને લગાવ્યો 14.13 કરોડનો ચૂનો, થઇ ધરપકડ, જાણો વિગત

|

Mar 04, 2021 | 3:48 PM

ઉદયપુરના ભંગારના વેપારીએ બનાવટી કંપનીઓ બનાવીને 14 કરોડ 13 લાખ રૂપિયાની જીએસટીની ચોરી કરી હતી. જીએસટી વિભાગના ઉદયપુર યુનિટે તેની ધરપકડ કરી છે. આરોપી પંજાબનો રહેવાસી છે.

ભંગારના વેપારીએ સરકારને લગાવ્યો 14.13 કરોડનો ચૂનો, થઇ ધરપકડ, જાણો વિગત
આરોપીની થઇ ધરપકડ

Follow us on

ઉદેપુરમાં GSTની ચોરીની મોટી ઘટના સામે આવી છે. એક ભંગારનો વ્યાપાર કરનાર વેપારીએ GSTની ચોરી કરીને સરકારને 14 કરોડ 13 લાખનો ચૂનો લગાવ્યો. સેન્ટ્રલ GSTની ટીમે તેની ધરપકડ કરી છે. આરોપી પંજાબનો રહેવાસી છે. પૂછતાછ બાદ અદાલતમાં રજુ કરવા માટે તેને જોધપુર લઇ જવામાં આવ્યો છે.

સેન્ટ્રલ જીએસટી ટીમે 14 કરોડ 13 લાખની જીએસટી ચોરી બદલ પંજાબના ગોવિંદગ ગઢમાં રહેતા પવનકુમાર શર્માની ધરપકડ કરી છે. પવનકુમાર શર્મા કરચોરીના કેસમાં એક રીઢો ગુનેગાર છે. જીએસટીનું ઉદયપુર એકમ છેલ્લા ત્રણ મહિનાથી તેને શોધી રહ્યું હતું. પવનકુમાર શર્મા બનાવટી જીએસટી ક્રેડિટ બતાવવા કરવા માટે નકલી ફર્મ અને બનાવટી બીલોનો આસરો લેતો હતો.

રાજસ્થાન, ગુજરાત અને દિલ્હીથી બનતા હતા નકલી

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જીએસટી વિભાગના ઉદયપુર યુનિટને જ્યારે આ છેતરપિંડીની ખબર પડી ત્યારે તેણે પાવનની શોધખોળ શરૂ કરી. પવનકુમાર શર્મા મુખ્યત્વે ભંગારનો વેપારી છે. તે ઉદયપુર અને તેના નજીકના જિલ્લાઓમાંથી નાના ભંગારના વેપારીઓ પાસેથી ભંગાર ખરીદતો હતો અને રાજસ્થાન, ગુજરાત અને દિલ્હીથી નકલી બિલ મેળવતો હતો. આ બીલોમાં જીએસટી ક્રેડિટ નકલી બતાવવામાં આવતું હતું. તે આ રીતે જીએસટી ચોરી રહ્યો હતો.

લગભગ આઠ થી દસ નકલી કંપનીઓ બનાવી છે

જીએસટી ટીમની તપાસમાં ખુલાસો થયો કે પવનકુમાર શર્માએ અત્યાર સુધીમાં આશરે આઠથી દસ જેટલી બનાવટી કંપનીઓ બનાવી છે. આ કંપનીઓ બનાવટી દસ્તાવેજોના આધારે બનાવવામાં આવી હતી. જેમાં એક બે મહિનામાં કરોડો રૂપિયાના લેણદેણ પછી,બંધ કરી દેવામાં આવતી હતી. પવનકુમાર શર્માને જ્યારે જાણ થઇ જતી કે હવે કંપની પર જીએસટી નજર છે ત્યારે કંપની બંધ કરી દેતો અને નવી કંપની બનાવીને આ કામ શરુ કરી દેતો.

અત્યાર સુધીમાં આશરે 80 કરોડનો વ્યવહાર

પ્રારંભિક માહિતી અનુસાર તેણે બનાવટી કંપનીઓ દ્વારા આશરે 80 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યા છે. તેના આધારે જીએસટી વિભાગે 14 કરોડ 13 લાખની છેતરપિંડીનો ખુલાસો કર્યો છે. હવે આ મામલે વધુ તપાસ કરવામાં આવશે. આ આંકડો હજુ વધવાની સંભાવના છે. જીએસટી ઉદયપુર કમિશ્નરેટની એન્ટિ એવિએશન શાખાએ આ આરોપીની ધરપકડ કરવા માટે ત્રણ મહિના સખત મહેનત કરી હતી.

 

Next Article