અમદાવાદ શહેરના બે પોલીસ કોન્સ્ટેબલ દારૂનો ધંધો કરતા ઝડપાયા, નિવૃત DYSPના પુત્રની પણ સંડોવણી ખુલી

|

Jan 27, 2022 | 10:21 PM

ડિજી વિજિલન્સની રેડ દરમ્યાન પકડાયેલા દારૂના જથ્થાની તપાસમાં બન્ને કોન્સ્ટેબલનું નામ ખુલ્યું. પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ મકવાણા અને યુવરાજસિંહ રાઠોડ છે. જે દારૂનો ધંધો કરે છે. અને, બુટલેગરના દારૂની સપ્લાય કરે છે.

અમદાવાદ શહેરના બે પોલીસ કોન્સ્ટેબલ દારૂનો ધંધો કરતા ઝડપાયા, નિવૃત DYSPના પુત્રની પણ સંડોવણી ખુલી
Two police constables of Ahmedabad city were caught doing liquor business

Follow us on

Ahmedabad– કણભામાં દારૂનો ધંધો કરતા અમદાવાદ શહેર પોલીસના બે કોન્સ્ટેબલ ઝડપાયા. ડિજી વિજિલન્સની રેડ દરમ્યાન પકડાયેલા દારૂના જથ્થાની તપાસમાં બન્ને કોન્સ્ટેબલનું (Police Constable)નામ ખુલ્યું. કોણ છે આ બુટલેગર (Bootlegger)પોલીસ. વાંચો આ અહેવાલ.

નિવૃત DYSP ના પુત્રની પણ સંડોવણી, પોલીસની ફરજ સાથે દારૂનો પણ વેચાણ કરતા હતા

પોલીસ કસ્ટડીમાં આવેલા બંન્ને પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ મકવાણા અને યુવરાજસિંહ રાઠોડ છે. જે દારૂનો ધંધો કરે છે. અને, બુટલેગરના દારૂની સપ્લાય કરે છે. કણભા પોલીસે બન્ને કોન્સ્ટેબલની ધરપકડ કરી. ઘટનાની વાત કરીએ તો 8 જાન્યુઆરી 2022ના રોજ ડિજી વિજિલન્સ દ્વારા કણભા વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં એક ટ્રક પકડી પાડવામાં આવેલ અને જેમાં આશરે 6.5 લાખ નો દારૂ સહિત 14 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ હતો. આ કેસની તપાસ કણભા પોલીસે શરૂ કરીને રાજેન્દ્ર સિંહ જાટ અને અમિત જાટ નામના બે આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપીની પૂછપરછમાં નિવૃત DYSPના પુત્ર જસપાલસિંહ પવાર, કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ અને યુવરાજસિંહનું નામ ખુલતા પોલીસે આ 3 આરોપીની ધરપકડ કરી.

શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ

આરોપી યુવરાજસિંહ મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. જ્યારે મહેન્દ્ર સિંહ પોલીસ હેડ કવાટર્સમાં MT વિભાગમાં નોકરી કરે છે. મહેન્દ્રસિંહ અગાઉ પણ દારૂના કેસમાં સસ્પેન્ડ થયો હોવાનું ખુલ્યું છે. આરોપીઓ હરિયાણાથી દારૂ મંગાવતા હતા. અને લોકોને સપ્લાય કરતા હતા. કાયદાના રક્ષક એવા આ પોલીસ કર્મચારીની ગુનાહિત માનસિકતા પણ છતી થઈ છે.. આરોપીઓ 3થી 4 ટ્રકમાં દારૂ મંગાવતા હતા. અને ત્યાર બાદ કોઈ ટ્રક ચાલકને અટકાવીને પોલીસ બનીને પૈસાની ઉઘરાણી કરીને તોડ પણ કરતા હતા. આ કેસમાં પણ ડ્રાઇવરને અટકાવીને પૈસાની ડિમાન્ડ કરી. પરંતુ ડી.જી.વિજિલન્સએ ટ્રકને ઝડપી લીધી. એટલું જ નહીં બિનવારસી મળેલી ટ્રકમાં પડેલા એક મોબાઈલે પોલીસ કર્મચારીઓનો ભાંડો ફોડ્યો.

પોલીસ કોન્સ્ટેબલ છેલ્લા ઘણા સમયથી દારૂ મંગાવીને લોકોને દારૂનો સપ્લાય કરતા હોવાનું ખુલ્યું છે. તેઓએ માંગેલી ખડણીને લઈને પણ પોલીસને પુરાવા મળ્યા છે. હાલમાં પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરીને 3 દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો : અમદાવાદ : નરોડામાં બૂટલેગરો બેફામ, પોલીસકર્મીને દોડાવી દોડાવીને માર માર્યો

આ પણ વાંચો : Ahmedabad : SVP હોસ્પિટલ ચાલતી ન હોવાના કારણે VS હોસ્પિટલને ફરી ધમધમતી કરવા AMC મજબુર

Published On - 10:21 pm, Thu, 27 January 22

Next Article