અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચના બે કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો થયો છે. જયેન્દ્ર સિંહ અને જલાભાઈ નામના કોન્સ્ટેબલ બાતમીના આધારે વોચ પર બેઠા હતા. ત્યારે અજાણ્યા શખ્સે બંને કોન્સ્ટેબલ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
પોલીસના બંને કોન્સ્ટેબલને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હુમલાની જાણ થયા બાદ પોલીસ વિભાગના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો