TV9 Exclusive : વલસાડમાં યુવતી આત્મહત્યા કેસમાં સંસ્થા ઓએસીસના સંચાલકોની ભૂમિકા શંકાના દાયરામાં

|

Nov 18, 2021 | 6:48 PM

ઓએસીસ સંસ્થાની મેન્ટર વૈષ્ણવીએ યુવતીની ડાયરીના છેલ્લા અડધા પાનાનું લખાણ મોબાઈલથી ફોટો પાડી સંસ્થાના ટ્રસ્ટીઓને વોટ્સઅપથી મોકલેલ હોવાનું પણ સામે આવ્યું છે.

ગુજરાતના(Gujarat)વડોદરામાં(Vadodara)થયેલ રેપ(Rape)અને ત્યાર બાદ વલસાડમાં(Valsad)યુવતીએ કરેલી આત્મહત્યાના(Suiside)કેસમાં રોજ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. જેમાં વલસાડ રેલવે પોલીસે નોંધેલ FIRની કેટલીક મહત્વની માહિતી TV9 પાસે છે. જેમાં યુવતીની સંસ્થા ઓએસીસના સંચાલકોની ભૂમિકા શંકાના દાયરામાં હોવાનું સામે આવ્યું છે.

જેમાં પોલીસની અલગ અલગ એજન્સીઓની તપાસમાં ઓએસીસની સંસ્થાના સંચાલકો અને સ્ટાફ શંકાના દાયરામાં છે. તેમજ યુવતીની ડાયરીના કેટલાક પાના સંસ્થા માટે હિત ધરાવતી વ્યક્તિ દ્વારા ફાડવામાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવ્યા છે. જેમાં સંસ્થાની મેન્ટર વૈષ્ણવીએ યુવતીની ડાયરીના છેલ્લા અડધા પાનાનું લખાણ મોબાઈલથી ફોટો પાડી સંસ્થાના ટ્રસ્ટીઓને વોટ્સઅપથી મોકલેલ હોવાનું પણ સામે આવ્યું છે.

તેમજ વોટ્સઅપથી પાડેલ ડાયરીનો ફોટો ડિલીટ કર્યો હોવાની વિગત પણ સાંપડી છે. જ્યારે ભોગ બનનાર યુવતી જે સાયકલ વાપરતી હતી તે સાયકલ અંગે પણ ટ્રસ્ટીઓ દ્વારા કોઈ જ માહિતી આપવામાં આવી રહી નથી. તેથી પુરાવાઓ નાશ કરવાની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જેમાં હાલ તો વલસાડ રેલવે પોલીસ મથકે IPC 376 D, 306, 365, 342, 323, 201 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

વલસાડ પોલીસે જે કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે તેની વ્યાખ્યા

376(d) ગેંગ રેપ , 365 અપહરણ અને ખોટી રીતે કેદ , 323 ગંભીર ઇજા પહોંચાડવી , 306 આત્મહત્યા માટે ઉશ્કેરણી, 342 ખોટી રીતે કેદ , 201 પુરાવાનો નાશ કરવો

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના વધતા કેસો અંગે આરોગ્ય મંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન

આ પણ વાંચો :  અમદાવાદ : સાબરમતીમાં વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, સજાતિય સંબંધમાં આવેલી ખટાશ બન્યું મોતનું કારણ

Published On - 6:44 pm, Thu, 18 November 21

Next Video