સુરત (Surat) ના પુણા વિસ્તારમાં એમ્બ્રોઈડરીના ખાતામાં આવીને 3 લૂંટારુએ ખાતેદારના પેટ પર ચપ્પુ મૂકીને 48 હજાર રૂપિયાની લૂંટ(Robbery) કરી હતી. જો કે પુણા પોલીસે (Puna Police) ગણતરીના કલાકોમાં જ લૂંટના આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ પુછપરછમાં જાણવા મળ્યુ છે.
સુરતમાં પુણા ગામ વિસ્તારમાં અમરોલીમાં રહેતા શૈલેશ રામજી ગામી એમ્બ્રોઈડરીના વ્યવસાય સાથે જોડાયેલા છે. પુણા ગામમાં કુબેરનગરમાં માનસરોવર સ્કૂલ પાસે તેમનું ખાતું છે. શનિવારે રાત્રે બદમાશ સમીર ઉર્ફ બમ્બૈયો, રવિ ગોહિલ અને મહેશ ઉર્ફ પપીયા આવ્યા હતા અને શૈલેશ ગામી પાસેથી રૂ. 50 માગ્ચા હતા. શૈલેશ ગામી બદમાશોને ઓળખતા હતા, તેથી રૂપિયા આપ્યા હતા. તે સમયે આરોપીઓએ શૈલેશ ગામી પાસે વધુ રૂપિયા જોયા હતા. જેથી ત્રણેય જણાએ ફરીથી તેમના પાસે આવીને માર મારીને શૈલેશ ગામીના પેટ પર મોટો છરો મૂકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
એમ્બ્રોઈડરીના ખાતામાં આવેલા આ ત્રણેય બદમાશોએ ખાતેદારના પેટ પર ચપ્પુ મૂકીને 48 હજાર રૂપિયાની લૂંટ કરી હતી. આ આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. લૂંટની ઘટનાની ફરિયાદ બાદ પુણા પોલીસે લૂંટ કરનાર ઇસમોને પકડવા તપાસ શરૂ કરી હતી.
એમ્બ્રોઈડરીના વ્યવસાયકાર શૈલેશ રામજી ગામીએ તાત્કાલિક પુણા પોલીસને લૂંટની ઘટના અંગે જાણ કરી હતી. ત્યારે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. બનાવવાળી જગ્યાએ તપાસ કરતા લૂંટની ઘટનાના સીસીટીવી મળી આવ્યા હતા. ઇન્સ્પેક્ટર વી.યુ.ગડરીયાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના ઇન્સ્પેક્ટર જે.એચ.રાજપૂતે તપાસ કરતા સમગ્ર લૂંટની ઘટના મામલે કેટલી બાતમી મળી હતી. જેના આધારે પોલીસે બે અલગ અલગ ટિમો બનાવી ને આરોપીઓ વિશે માહિતી મેળવી હતી.
પુણા પોલીસે માહિતીના આરોપી મહેશ ઉર્ફ પપીયા ઉર્ફ દાઉદ દિલીપ મહાજન, રવિકુમાર ગોહિલ અને સમીર ઉર્ફ બમ્બૈયા મનસુખ વાઘેલાની ધરપકડ કરી હતી. પકડાયેલા તમામ આરોપી રીઢા ગુનેગાર હોવાનું જાણવા મળ્યુ છે. તેમાં આરોપી સમીર ઉર્ફ બમ્બૈયા હત્યા અને લૂંટ સહિત 7 ગુનામાં સંડોવાયેલો છે. આરોપી રવિ મારામારી-ચોરીના ગુનામાં સંડોવાયેલો છે અને મહેશ મારામારી જેવા ગુનામાં સંડોવાયેલો છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-