પારિવારિક ઝઘડાઓમાં નાની નાની વાતો ક્યારેક મોટા સ્વરૂપ લઈ લેતા હોય છે ત્યારે અહીં એવી જ એક ઘટના સામે આવી છે જેમાં દહેજને લઈ આ ઘટના બની છે. હરિયાણાના જીંદમાં કોર્ટ પરિસર(Court Premises)માં દલીલ દરમિયાન એક મહિલાને પહેલા માળેથી નીચે ફેંકી દેવામાં આવી હતી. આ ઘટનામાં મહિલાની હાલત નાજુક છે અને 12 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના દહેજ (Dowry) ને લઈને બની હતી અને તેની સુનાવણી કોર્ટમાં (Court hearing) ચાલી રહી છે.
બિલ્ડીંગ પરથી નીચે ફેંકી મહિલાને
સુરેશે 2017માં શમ્મી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના થોડા મહિનાઓ બાદ જ દહેજ (Dowry) બાબતે ઝઘડો થયો હતો અને પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હતી. મામલો એટલો વધી ગયો કે કોર્ટમાં જવું પડ્યું. હવે જ્યારે બંને પક્ષના લોકો કોર્ટમાં પહોંચ્યા ત્યારે સુરેશની બહેન સીમાને કોર્ટ પરિસરના પહેલા માળેથી ધક્કો મારવામાં આવ્યો હતો.
શું છે આ સમગ્ર વિવાદ?
આ ઘટના ત્યારે બની જ્યારે સુરેશ અને તેની બહેન સીમા વકીલની ચેમ્બરમાં હતા. પરંતુ ત્યારબાદ ઉપરના માળેથી અવાજ આવ્યો. આરોપ છે કે શમ્મીના પરિવારવાળાએ પતિના સંબંધીઓ પર હુમલો કર્યો એ જાણીને સીમા તાત્કાલિક પહેલા માળે ગઈ જ્યાં તેની શમ્મી અને તેના પરિવાર સાથે હાથાપાઈ શરૂ થઈ ગઈ.
ફરિયાદ(Complaint)માં કહેવામાં આવ્યું છે કે શમ્મીએ સીમાના વાળ પકડી લીધા હતા, જ્યારે અન્ય સભ્યોએ તેને હાથ-પગ પકડીને નીચે ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદી અનુસાર, શમ્મી અને તેના પરિવારે જ સીમાને પહેલા માળેથી નીચે ધક્કો માર્યો હતો.
12 લોકો સામે નોંધાયો કેસ
આ કેસમાં ફરિયાદીએ શમ્મીના મામા પક્ષના સુરેશ, પાલુ, સોનુ, સુભાષ, શમ્મી, ચંડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે તેમની તપાસ પણ શરૂ કરી દીધી છે અને 12 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તમામ આરોપીઓ પર હત્યાના પ્રયાસ અને હુમલાની કલમો લગાવવામાં આવી છે.
આ પણ વાંચો: Video: પૂરપાટ ઝડપે બાઈકથી કરી રહ્યો હતો ખતરનાક સ્ટંટ, બેલેન્સ બગડતા થયું કંઈક આવું