Vadodara: 5 એજન્સી અને 35 ટીમો, છતાં યુવતીના આત્મહત્યા-દુષ્કર્મ કેસમાં આરોપીઓ કેમ પોલીસની પકડથી દૂર?

Vadodara: નવસારીની યુવતી પર દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં 11 દિવસ પછી પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. તો પોલીસની તપાસ ચાલી રહી છે તેમ છતાં હજુ સુધી દુષ્કર્મનો કેસ ન નોંધાતા સવાલ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 11:08 AM

Vadodara: નવસારીની યુવતી પર દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં 5 એજન્સી અને 35 ટીમો તપાસ કરી રહી છે. તેમ છતાં, 11 દિવસ પછી પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. રેલવે પોલીસ ઉપરાંત અમદાવાદ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ શોધી શકી નથી. હજુ સુધી આ કેસમાં સામૂહિક દુષ્કર્મનો ગુનો સુધ્ધાં નોંધાયો નથી. રોજે રોજ પોલીસ માત્ર વેક્સિન મેદાનની મુલાકાત લે છે અને અન્ય ટીમો માત્ર સીસીટીવી ફૂટેજ જ ચકાસીને સંતોષ માની રહી છે.

મહત્વનું છે કે, પોલીસની તપાસમાં યુવતીની ડાયરી મળી હતી. યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી. ડાયરીમાં ગેંગરેપની વિગતો મળતાં ખળભળાટ મચી ગયો હતો. પોસ્ટમોર્ટમમાં યુવતીના શરીર પર ઈજાનાં 3 નિશાનો હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં હાથ, જાંઘ અને ત્રીજી ઈજા કમરના નીચેના ભાગે હતી. આ સેમ્પલો FSLને પણ મોકલવામાં આવ્યાં છે, જેના આધારે યુવતી પર દુષ્કર્મ થયું છે કે નહીં તે સ્પષ્ટ થશે.

ડાયરીમાં વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં દુષ્કર્મનો ઉલ્લેખ હોવા છતાં અને તે કારણથી જ યુવતીએ આત્મહત્યા કરે છે તેવું સ્પષ્ટ કરાયું હોવા છતાં વડોદરા શહેર પોલીસ હજી સુધી દુષ્કર્મનો ગુનો કેમ નોંધતી નથી? તે અંગે અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે. બનાવના દિવસે બસ ડ્રાઇવરને યુવતી જોવા મળ્યા બાદ તેની મદદે પહોંચેલા 2 પશુપાલકોને પોલીસે શોધી કાઢ્યા છે. તેમજ બંનેની પૂછપરછ કરવામાં આવી છે.

આ કેસમાં અત્યાર સુધીમાં 200 જેટલા લોકોની પૂછપરછ કરાઈ છે અને ભૂતકાળના સેક્સ ઓફેન્ડરોની પણ તપાસ પોલીસ કરી રહી હોવાનું રેલવે રેન્જ આઇજી સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, વડોદરા ક્રાઇમ બ્રાંચ, રેલવે પોલીસનો સમગ્ર સ્ટાફ અને ફોરેન્સિક સ્ટાફની પણ કામગીરીમાં જોડાઈ છે.

 

આ પણ વાંચો: વાઈબ્રન્ટ ગુજરાત સમિટને લઈને સરકારની તડામાર તૈયારીઓ અંગે શુ કહ્યુ મંત્રી પૂર્ણેશ મોદીએ, જાણો

આ પણ વાંચો: રાજકોટ ભાજપમાં આંતરિક વિવાદ! કાર્યક્રમમાં સ્ટેજ પર વિજય રૂપાણીની હાજરીમાં બની ચોંકાવનારી ઘટના

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">