તાપી : સળીયા ચોર ગેંગના 7 આરોપીઓ ઝડપાયા, આરોપીઓની ચોરીની અનોખી મોડસ ઓપરેન્ડી

|

Apr 14, 2022 | 7:40 PM

એલસીબીને (LCB)મળેલ બાતમીના આધારે પોલીસે ગેંગના 7 જેટલા આરોપીઓને ઝડપી પાડી કુલ 3.91 લાખના મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તાપી : સળીયા ચોર ગેંગના 7 આરોપીઓ ઝડપાયા, આરોપીઓની ચોરીની અનોખી મોડસ ઓપરેન્ડી
Tapi: 7 accused of Saliya Chor gang arrested

Follow us on

તમે સોના ચાંદી, રોકડ કે અન્ય કિંમતી સામાન ચોરતી ગેંગ વિશે જોયું કે સાંભળ્યું હશે, પરંતુ કોઈ એવી ગેંગ કે જે સળિયા ચોરતી હોય તે વિશે કદાચ સાંભળ્યું ન હોય, જીહાં તાપી (Tapi) જિલ્લા એલસીબીએ (LCB) વ્યારા નગરમાંથી સળિયા ચોર ગેંગને (Gang of thieves)ઝડપી પાડી છે. કુલ 3.91 લાખના મુદ્દામાલ સાથે 7 આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, આ ગેંગ કન્ટ્રક્શન સાઈડ પરથી સળિયાની ચોરી કરતી હતી.

તાપી જિલ્લામાં અગાઉ અનેક ચોરીના ગુના પોલીસ ચોપડે નોંધાઇ ચૂકયા છે, જેમાં બાંધકામની સાઇટ પરથી લોખંડના સળિયા ચોરીના ગુનાઓ એક પછી એક નોંધાતા પોલીસ સક્રિય થઈને કામગીરીમાં જોતરાઈ, અને પોલીસની મહેનત રંગ લાવી અને લોખંડના સળિયા ચોરી કરતી ગેંગને ઝડપી પાડવામાં એલસીબી પોલીસને સફળતા મળી છે, એલસીબીને મળેલ બાતમીના આધારે પોલીસે ગેંગના 7 જેટલા આરોપીઓને ઝડપી પાડી કુલ 3.91 લાખના મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા ગેંગની મોડસ ઓપરેન્ડી એ છે કે પહેલા જેતે બાંધકામ સાઈટની દિવસ દરમિયાન રેકી કરી ખાતરી કરી લેતી હતી કે આ સાઇટ પર ક્યારે ચોકીદાર કે અન્ય જવાબદાર ઈસમો હાજર રહે છે કે નહીં, પછી સમગ્ર ચોરીની ઘટનાને અંજામ આપતી હતી. જેમાં પકડાયેલ સાતે ઇસમોની ભૂમિકા પણ પહેલેથી જ નક્કી કરી દેવામાં આવતી હતી અને તે મુજબ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવતો હતો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

હાલ તો તાપી એલસીબીએ સળિયા ચોર ગેંગના 7 સભ્યોને પકડી લઈ મુદ્દામાલ રિકવર કર્યો છે, જેમાં 2 આરોપી રીઢા છે, ત્યારે આ ટોળકી ભૂતકાળમાં કેટલા ગુનાઓમાં સંડોવાયેલ છે ?? તેમની સાથે હજુ કોઈ સામેલ છેકે નહિ ?? ચોરેલ મુદ્દામાલ ક્યાં ,કોને અને કઈ રીતે વેચતા હતા ?? જેવા અનેક સવાલો સાથે આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે, રિમાન્ડ બાદ તાપી જિલ્લાના અને અન્ય જિલ્લાઓના ગુનાઓ ઉકેલાવાની શક્યતા સેવાઇ રહી છે.

આ પણ વાંચો :UP: વિધાન પરિષદમાં કોંગ્રેસ શૂન્ય થશે, એકમાત્ર MLCનો કાર્યકાળ પણ જુલાઈમાં સમાપ્ત થઈ રહ્યો છે, પહેલીવાર પાર્ટીની હાલત આટલી ખરાબ !

આ પણ વાંચો :2036 Olympic : ગુજરાત 2036ની ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યું છે, IOCના પ્રતિનિધિઓ 2025માં ભારતની મુલાકાત લેશે

Next Article