SURENDRANAGAR : પથ્થરની ખાણની આડમાં બાયોડીઝલનો ગેરકાયદે વેપાર, સાડા સાત લાખનો મુદ્દામાલ જપ્ત

|

Aug 22, 2021 | 12:38 PM

પોલીસે ખાણ વિસ્તારમાં રેડ કરતા દસ હજાર લીટર બાયો ડીઝલ, ઇલેકટ્રીક મોટર, પંપ સહિત રૂપીયા 7.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

SURENDRANAGAR : સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના લાખાવડ ગામે બાયોડીઝલનો ગેરકાયદે વેપાર ઝડપાયો છે. સાયલા તાલુકાના લાખાવડ ગામે પથ્થરની ખાણમાં ગેરકાયદે ધમધમતા બાયો ડીઝલના પંપ પર પોલીસે રેડકરી હતી. પોલીસે ખાણ વિસ્તારમાં રેડ કરતા દસ હજાર લીટર બાયો ડીઝલ, ઇલેકટ્રીક મોટર, પંપ સહિત રૂપીયા 7.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે રેડ કરતા બાયોડીઝલનો ગેરકાયદે વેપાર કરનાર આરોપીઓ સ્થળ પરથી નાસી છુટ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા બાયોડીઝલના નામે વેચાઈ રહેલા ભળતા પદાર્થો સામે લાલ આંખ કરવામાં આવી છે. આ પ્રકારના લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા નિર્ણય કરાયો છે. મહત્વનું છે કે ગત જુલાઈ મહિનામાં CM નિવાસસ્થાને હાઈપાવર કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રકારના પદાર્થોનું વેચાણ અટકાવવા-નિયમીત ધોરણે સમીક્ષા અને દેખરેખ રાખવા આગામી દિવસોમાં મુખ્ય સચિવની અધ્યક્ષતામાં સ્ટેટ લેવલની કમિટીની પણ રચના કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 10 દિવસ પહેલા ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે સુરતમાં બાયોડીઝલની રાજ્યમાં અત્યાર સુધીની સૌથી મોટી રેડ કરી હતી. કારંજ GIDC અને ભાટપોલ ગામમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી 11 ટેન્કરો બાયોડીઝલના કબ્જે કર્યા હતા, જેમાં કુલ 1.5 લાખ લીટર બાયોડીઝલ જપ્ત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : World Sanskrit Day 2021: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેન્દ્ર સરકારે કરી નવી શરૂઆત, જુઓ Video

આ પણ વાંચો : World Sanskrit Day 2021: વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને આપી શુભેચ્છા, કહ્યું “લોકોએ વધુને વધુ સંસ્કૃત વાંચવું જોઈએ”

Next Video