Surat: મસ્જિદમાં થઈ અનોખી ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ, જુઓ Video

|

Jul 06, 2021 | 6:03 PM

ચોર કોઈ ખાસ કીમતી વસ્તુની ચોરી નહીં, પરંતુ આ સામાન્ય ચીજ ઉપર પોતાનો હાથ સાફ કરતો CCTVમાં કેદ થાય છે.

Surat: જ્યારે ચોરીની ઘટનાની વાત આવે ત્યારે ચોર હંમેશા રોકડ રૂપિયા, સોનાના દાગીના અથવા કોઈ કીમતી વસ્તુ પર નજર બગાડતાં હોય છે. પરંતુ સુરતના ઉધના દરવાજા (Udhna darwaja) સ્થિત એક મસ્જિદ (masjid) માં એક અનોખી ચોરીના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ચોર કોઈ ખાસ કીમતી વસ્તુની ચોરી નહીં, પરંતુ આ સામાન્ય ચીજ ઉપર પોતાનો હાથ સાફ કરતો CCTVમાં કેદ થયો છે.

ઉધના દરવાજા સ્થિત એક મસ્જિદમાં નમાઝના સમયે એક વ્યક્તિ, મસ્જિદમાં હાથ પગ ધોવાની જગ્યાના નળની ચોરી કરતો જોવા મળે છે. CCTVમાં કેદ આ વ્યક્તિ એક-એક નળ કાઢીને પોતાના ખિસ્સામાં નાખતો જોવા મળે છે.

સામાન્ય ગણાતા નળની ચોરી શા માટે કરવામાં આવી તે કારણ હજુ સુધી બહાર નથી આવ્યું. પરંતુ મસ્જિદમાં આ પ્રકારની ચોરીએ સૌ કોઈનું ધ્યાન જરૂર ખેંચ્યું છે.

આ પણ વાંચો: Jamnagar: શહેરમાં પાણીની તંગી નહીં સર્જાય, ડેમમાં બે માસ સુધી ચાલે તેટલું પાણી

આ પણ વાંચો: Navsari: પૂર્વ કેબિનેટ મંત્રી મંગુભાઇ પટેલની મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂંક, કાર્યકર્તાઓ અને સગા સંબંધીઓમાં ખુશીનો માહોલ

Next Video