ઓડિસ્સાના ગંજામ જિલ્લા ખાતેથી દેશભરમાં ગાંજા સપ્લાયનું મસમોટું રેકેટ ચલાવતા પાંડી બંધુઓ સાથે સુરત (Surat) પોલીસે (Police) ગાળ્યો કસ્યો છે. અગાઉ સુનિલ પાંડીની ધરપકડ બાદ હવે ઓડિસ્સા ખાતે આવેલ આરોપીઓનો આલીશાન બંગલો, બે વાહનો સહિત બાર જેટલી મિલકત મળી કુલ બે કરોડથી વધુની સંપત્તિ સીઝ કરવામાં આવી છે. ઓડિસ્સા એસટીએફની મદદથી સુરત એસઓજી (SOG) અને ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જોકે ગાંજા સપ્લાયના મોટા નેટવર્ક ફરાર અનિલ પાંડીની પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. આરોપીઓ વિરુદ્ધ ગુજરાતમાં અગિયાર પૈકી આઠ એનડીપીએસના ગુના સુરત પોલીસ ચોપડે નોંધાયા છે.
દેશવ્યાપી ગાંજા સપ્લાયમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપી ચૂકેલા ઓડિસ્સા રાજ્યના પાંડી બંધુઓ સામે સુરત પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અનિલ વૃંદાવન પાંડી અને સુનિલ વૃંદાવન પાંડી ગાંજા સપ્લાયમાં મોટા કિંગ માનવામાં આવે છે. બંને પાંડી બંધુઓ દ્વારા છેલ્લા લાંબા સમયથી ગાંજા સપ્લાયનું મસમોટું નેટવર્ક ઓડિસ્સાના ગંજામ જિલ્લા ખાતેથી ચલાવવામાં આવી રહ્યું છે. આ પાંડી બંધુઓ વિરુદ્ધ ગુજરાતમાં અગિયાર જેટલા ગુના નોંધાયા છે. જે પૈકી સુરતના જ માત્ર આઠ ગુનાઓનો સમાવેશ થાય છે. જેમાં વરાછા પોલીસ મથકમાં 4, કતારગામમાં 1,લીંબાયતમાં 1,સુરત રેલવે પોલીસ મથકમાં 2 ગુના નોંધાઇ ચુક્યા છે. જેમાં સુનિલ પાંડીને અગાઉ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ઓડિસ્સા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે અનિલ પાંડી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.સુરત પોલીસ દ્વારા ગાંજા સપ્લાયર કિંગ સુનિલ પાંડીની ધરપકડ બાદ જેલ ભેગો કરી દેવામાં આવ્યો હતો.જે બાદ સુરત પોલીસ દ્વારા પાસા હેઠળ અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી અપાયો હતો.બીજી તરફ પાંડી બંધુઓ સામે કાયદાનો ગાળ્યો વધુ મજબૂત કરવા કોલકત્તા એસટીએફની મદદથી સુરત એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચની ટિમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં ઓડિસ્સા ખાતે આવેલ પાંડી બંધુઓનો રૂપિયા 1.46 કરોડનો આલીશાન બંગલો સહિત અગિયાર જેટલી જમીન મળી કુલ 2.9 કરોડની સંપત્તિ સિઝ કરી મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
પાડી બંધુનો ઇતિહાસ
1) – બંને ભાઈઓના ઇતિહાસની વાત કરવામાં આવે તો સૌ પ્રથમ બંને ભાઈઓ સુરત રેલવે સ્ટેશન નજીક રહેતા હતા અને બાદમાં બંને ભાઈઓનું બાળપણ સુરતમાં વીત્યું છે પહેલા આ અનિલ પાંડી સુરત રેલવે પટ્ટરી પર ગાજા નું નાનુનનાનું વેચાણ કરતા હતા બાદમાં થોડે થોડે મોટું વેચાણ શરૂ કર્યું હતું બાદમાં બંને ભાઈ સુરત માંથી જ લાવી નાનો નાનો ગાજનો જથ્થો સુરત વેંચતા હતા બાદમાં આ અનિલ પાંડી અને તેનો ભાઈ સુનિલ પાંડી સુરત બહાર એટલે કે પોતાના વતન ઓરિસ્સા થી ગાજો મંગવાનું શરૂ કર્યું અને સુરતમાં વેચવા લાગ્યા જેથી સારો નફો મળી તેમ આ વેપાર કરવા લાગ્યા.
2) – સુરતમાં આ બંને ભાઈઓ દ્વારા દક્ષિણ ગુજરાતમાં મોટું નામ ધરવા લાગ્યા હતા અને સુરતમાં થી નીકળી બંને ભાઈ ઓ ઓરિસ્સા ચાલ્યા હતા અને બાદમાં ત્યાંથી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો દક્ષિણ ગુજરાત અને અમદાવાદ તરફ મોકલવાનાઉ શરૂ કર્યું હતું જ્યારે તેના પિતા વૃંદાવન પાંડી ને સુરતમાં કોઈ સાથે માથાકૂટ થાત બાદમાં આખું પરિવાર સુરત થી ભાગી ગયા હતા અને ઓરિસ્સા રહેવા લાગ્યા હતા.
આ સિવાય પાંડી બંધુના રૂપિયા 26 લાખની કિંમતના બે વાહનો પણ સિઝ કરવામાં આવ્યા છે. જ્યારે બેંક ખાતામાં રહેલા રોકડ રૂપિયા 26 લાખ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. સુરત પોલીસ અને કોલકત્તા એસટીએફની તપાસમાં જાણવા મળ્યું હતું કે,પાંડી બંધુઓ દ્વારા વસાવવામાં આવેલ કરોડો રૂપિયાની મિલકત કાયદેસર આવકના સ્ત્રોતમાંથી ખરીદી કરવામાં આવી નથી. લાંબા સમયથી દેશવ્યાપી કરવામાં આવતી ગાંજાની ગેરપ્રવૃત્તિમાંથી આ મિલકત વસાવવામાં આવી છે. જેથી સુરત પોલીસ દ્વારા એસટીએફની મદદ લઈ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગે સુરત પોલીસ કમિશ્નર અજય તોમર દ્વારા યોજવામાં આવેલી પત્રકાર પરિષદ દરમ્યાન જણાવવામાં આવ્યું હતું કે,સુરત પોલીસ માટે ઓડિસ્સા જઈ આ કાર્યવાહી કરવી એક ચેલેન્જ બરોબર હતી.ઓડિસ્સા નો ગંજામ જિલ્લો એક નકસલી પ્રભાવિત વિસ્તાર હોવા છતાં સુરત પોલીસે ત્યાં જઈ કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી હતી. સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીના સંકલ્પ અને અધિકારીઓની સખત મહેનતના પરિણામે આજે આ બદીને ડામવાવામાં પોલીસને સફળતા મળી છે. ગાંજા અને ડ્રગ્સની ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા પાંડી બંધુઓ સામે ક્રાઈમ બ્રાન્ચ અને સુરત એસઓજીની ટીમે ઉમદા કામગીરી કરી છે. નો ડ્રગ્સ ઇન સુરત સીટીના અભિયાનને હજી પણ પોલીસ દ્વારા આગળ લઈ જવામાં આવશે. જ્યાં આવી બદી ચલાવનારા તત્વો સામે કડકથી કડક કાર્યવાહી આગળ પણ કરવામાં આવશે.
આ પણ વાંચો :ગ્રાહક સુરક્ષા માટે સુ્પ્રીમ કોર્ટ આકરા પાણીએ, જો અકસ્માત સમયે એરબેગ્સ કામ નહીં કરે તો કંપનીને ભરવો પડશે દંડ
Published On - 4:09 pm, Sat, 23 April 22