Surat: ગ્રીષ્મા હત્યા કેસની તપાસ માટે SITની રચના, હત્યારા ફેનિલને કોર્ટમાં હાજર કરવામાં આવશે

|

Feb 16, 2022 | 10:02 AM

સુરત શહેરના પાસોદરા વિસ્તારમાં કંપારી છૂટી જાય તેવી ઘટના બની હતી. જેમાં પ્રેમમાં આંધળા બનેલા યુવકે યુવતીને જાહેરમાં છરીના ઘા મારી ગળું કાપી હત્યા કરી નાખી હતી

Surat: ગ્રીષ્મા હત્યા કેસની તપાસ માટે SITની રચના, હત્યારા ફેનિલને કોર્ટમાં હાજર કરવામાં આવશે
Grisma vekariya Murder case

Follow us on

સુરત(Surat) ના પાસોદરાનો ચકચારી ગ્રીષ્મા હત્યા (Murder)કેસમાં રેન્જ IG દ્વારા તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. પોલીસ ગણતરીના દિવસમાં તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ રજૂ કરશે. તો બીજી તરફ હત્યારા ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળી જતા પોલીસે સત્તાવાર ધરપકડ કરી હતી.  આજે હત્યારા ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

સુરતનાપાસોદરા ખાતે થયેલી ગ્રીષ્મા વેકરીયા હત્યાના કેસમાં તપાસ માટે રેન્જ IG દ્વારા SITની રચના કરવામાં આવી છે. ડાંગ SPની દેખરેખ હેઠળ 1 મહિલા ASP, 2 ડીવાએસપી આ કેસમાં તપાસ કરશે. પોલીસ ગણતરીના દિવસમાં તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ રજૂ કરશે. તો એક તરફી પ્રેમમાં યુવતીની નિર્દયતાથી હત્યા કરનાર ફેનિલ ગોયાણી હવે જેલના સળીયા ગણશે. મંગળવારે હત્યારા ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળી જતા પોલીસે તેની સત્તાવાર ધરપકડ કરી હતી. આજે હત્યારા ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જેમા પોલીસ રિમાન્ડની માગણી કરશે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

મંગળવારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) સમગ્ર કેસને લઈને સંવેદના વ્યક્ત કરી છે.. તેમણે યુવતીના પરિવાર સાથે વીડિયો કોલથી વાત કરીને પરિવારને સાંત્વના પાઠવી છે. તેમણે પરિવારને ખાતરી આપી છે કે દીકરીને જલ્દી ન્યાય મળશે. જ્યારે સરકાર આ મામલે કોઇ પણ પાછી પાની નહીં કરે. તેમજ પરિવાર સાથે ગુજરાતની સરકાર છે. તો પરિવારે પણ મુખ્યપ્રધાન સમક્ષ આરોપીને ફાંસીની સજા કરવામાં આવે તેવી માગ કરી છે.

આ પૂર્વે આ ઘટનાને લઈને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી એ મૃતકના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી અને યુવતીને જેમ બને તેમ જલદી ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યુ હતું.

સામાજીક સંસ્થાઓમાં પણ ભારે રોષ

મહત્વનું છે કે, સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે જાહેરમાં યુવતીનું ગળું કાપીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારે સુરતના પાસોદરાના ગ્રીષ્મા હત્યાકાંડથી સમગ્ર ગુજરાત સમસમી ઉઠ્યું છે. મૃતક યુવતી ગ્રીષ્માની અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી હતી બીજી તરફ આ હત્યાકાંડને લઈને હવે સામાજીક સંસ્થાઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.સુરત શહેરના પાસોદરા વિસ્તારમાં કંપારી છૂટી જાય તેવી ઘટના બનવા પામી હતી. જેમાં પ્રેમમાં આંધળા બનેલા યુવકે યુવતીને જાહેરમાં છરીના ઘા મારી ગળું કાપી હત્યા કરી નાખી હતી. મૃતક યુવતી ગ્રીષ્માની મંગળવારે અંતિમ વિધિ કરવામાં આવી હતી.

સુરત શહેરના પાસોદરા વિસ્તારમાં કંપારી છૂટી જાય તેવી ઘટના બની હતી. જેમાં પ્રેમમાં આંધળા બનેલા યુવકે યુવતીને જાહેરમાં છરીના ઘા મારી ગળું કાપી હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ યુવતીના કાકા અને ભાઈ પર ચપ્પુથી હુમલો કરીને ઇજા પહોચાડી હતી અને પોતે પણ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો-

Ahmedabad : કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ગૃહ મંત્રી હર્ષ સંઘવીના રાજીનામાંની માંગ

આ પણ વાંચો-

અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં સુનાવણી પૂર્ણ, વિશેષ અદાલત 18 ફેબ્રુઆરીએ સજાનું એલાન કરશે

Published On - 10:00 am, Wed, 16 February 22

Next Article