surat : નાનપુરામાં રહેતો અને માથાભારે સજજુ કોઠારી સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયો ત્યારથી તે ફરાર હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે સજજુ કોઠાપીને બાતમીના આધારે મહારાષ્ટ્રના નાગરપુરા ખાતેથી એક હોટેલમાંથી ઝડપી પાડયો છે. હોટેલમાં ઉઘતો હતો. ત્યારે જ પોલીસની ટીમે હોટેલમાં રેડ પાડી તેને દબોચી લીધો હતો.
શહેરના નાનપુરા જમરૂખગલીમાં રહેતા માથાભારે સજજુ ઉર્ફે સજજુ ગુલામ મોહમંદ કોઠારીની સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રના નાગપુરમાં એક હોટેલમાંથી ઉંઘમાં ધરપકડ કરી લીધી છે. નાનપુરાના સજજુ કોઠારી ગેંગ સામે ગુજસીટોકની ફરિયાદ નોંધાયેલી છે. સજજુ કોઠારી ગેંગ સામે 15થી વધુ ગુના નોંધાયા છે. આ સજજુએ પોતે વિલન હોય તેવી ડોકયુમેન્ટ્રી ફિલ્મ બનાવી છે. પોલીસ પર હુમલો કરના, ધમકી આપવા રૂપિયા અને જમીન પડાવી લેવા સહિતના અનેક ગુનાઓ તેમના વિરુદ્ધ નોંધાઈ ચુકયા છે. જોકે ગત ફ્રેબુઆરી મહિનામાં સુરતમાં પાંચમી ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
સજજુ કોઠારી સહિત કોઠારી ગેંગના 8 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. સુરત પોલીસે અગાઉ 8માંથી 5 આરોપીને ઝડપી પાડયા હતા. સજજુ કોઠારીના ભાઈ યુનુસ કોઠારીની અટકાયત કરાઈ હતી. ત્યારે હવે ફરાર મુખ્ય સુત્રધાર સજજુ કોઠારીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. સજ્જુ કોઠારીની વાત કરવામાં આવે તો અંદરો અંદર જુગાર પણ રામાડતો હોવાની વાતો છે. વેપારીને ધાકધમકી આપીને ખાંડની પણ માંગતો હોવાની ફરિયાદો ઉઠી હતી. જ્યારે સુરત પોલીસ આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે જરૂરી છે. નહિ તો આવનારા દિવસોમાં આ લોકો સ્થાનિક લોકોને ધમકાવીને હેરાન પરેશાન કરી દેતો નવાઈ નહિ.
સુરત પોલીસ દ્વારા ગેંગ ધરાવતા લોકો સામે ગુજસીટોક ફરિયાદ પણ નોંધવામાં આવી છે. જેથી આ લોકોની ગેંગ સક્રિય ન રહે પણ શહેરમાં હજુ પણ કેટલીક આવી ગેંગો અંદરો અંદર લોકોને હેરાન પરેશાન કરતી હોય છે. આ સજ્જુ કોઠારી ગેંગ સામે પણ સુરતમાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયો હતો. તેમાં જામીન મળ્યા બાદ પણ કે વેપારીને ધમકી આપી હતી. એટલે કે આવા ગેંગના માણસો સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે.
આ પણ વાંચો : Canada-US Border Tragedy: 4 ગુજરાતીઓના કથિત મૃત્યુ બાદ આરોપી Steve Shandને અમેરિકી કોર્ટ સમક્ષ કરાશે હાજર
આ પણ વાંચો : રાજકોટના ઉપલેટા માર્કેટ યાર્ડમાં પાકોની આવક શરૂ, સારા ભાવ મળતા ખેડૂતો ખુશ