Surat : ATMમાં મદદ કરવાના બહાને પિન નંબર જાણી લઈને રૂપિયા ઉપાડી લેતા ગેંગના એક સાગરીતને પોલીસે ઝડપી પાડ્યો

|

Aug 30, 2022 | 8:36 AM

ભોગ બનનાર વ્યક્તીઓએ કડોદરા (Kadodara )પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 

Surat : ATMમાં મદદ કરવાના બહાને પિન નંબર જાણી લઈને રૂપિયા ઉપાડી લેતા ગેંગના એક સાગરીતને પોલીસે ઝડપી પાડ્યો
Surat: Police caught one of the gang members for withdrawing money by knowing the PIN number on the pretext of helping ATM.

Follow us on

કડોદરા (Kadodara ) પંથકમાં ATM કાર્ડ બદલી ઠગાઈ કરતી ગેંગ સક્રિય થયા પોલીસે પણ તેમની સામે લાલ આંખ કરી ઠગાઈ કરતી ગેંગના(Gang ) એક સાગરીતને ઝડપી પાડી તેની પાસેથી રોકડ રૂપિયા સહિત અલગ અલગ ATM કાર્ડ ઝડપી પાડી ઇસમને જેલના સળિયા ગણતો કરી દીધો હતો. કડોદરા પોલીસ મથક વિસ્તારમાં ત્રણ અલગ અલગ બનાવમાં મિલના કારીગરના ATM માંથી પૈસા કાઢતી વખતે પિન જાણી ATM કાર્ડ બદલી રૂ 1 લાખ 7 હજાર કાઢી લેવામાં આવતા આ ત્રણેય ભોગ બનનાર વ્યક્તીઓએ કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

જ્યારે આવા ગુના નોંધાતાની સાથે જ ગ્રામ્ય પોલીસ સક્રિય થઈ હતી. જેને પગલે પોલીસે ટિમ બનાવી અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરતા સુરત ગ્રામ્ય SOG માં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે એક ઈસમ અલગ અલગ જગ્યાએ ATM માંથી પૈસા પડાવનાર ઈસમ કડોદરા ખાતે ઉંભેલ હોવાથી તેને બાતમીના આધારે ઝડપી પાડી તેની પાસેથી અલગ અલગ ATM કાર્ડ સહિત નો મુદામાલ કબ્જે કર્યો હતો

આ ગુનામાં પકડાયેલ આરોપી તેના સાગરીતો સાથે મળી જુદા-જુદા એ.ટી.એમ. મશીનો પર જઇ લોકોને પોતે ખુબ જ ઉતાવળમાં છે. અને જલ્દી પૈસા ઉપાડી ને અમારે જવુ છે. તમને પૈસા ઉપાડતા ન આવડતુ હોય તો લાવો હું ઉપાડી આપું તેમ જણાવી જે તે વ્યક્તિનું એ.ટી.એમ કાર્ડ લઇ એ.ટી.એમ, પિન જાણી લઇ બેલેન્સ ચેક કરતા અને તે દરમ્યાન અન્ય ઇસમ અરે ખોટી પ્રોસેસ થઇ ગઇ એમ કહીને કોઇ સ્વિચ દબાવી દેતા અને વાતોમાં ભેળવી જે તે બેન્કનું જ આરોપીઓ પાસે રહેલ એ.ટી.એમ, કાર્ડ જે તે વ્યક્તિને આપી દેતા હતા.

મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન
અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે

તેમજ કોઇ કોઇ વાર તમારું એ.ટી.એમ. કાર્ડ અત્યારે બ્લોક થઇ ગયેલ છે. હવે કાલે જ પૈસા ઉપડશે તેમ કહીને પાછા મોકલી દેતા હતા. અને ત્યાર બાદ પોતે કડોદરામાં જ અન્ય વિસ્તારમાં જઇ એ.ટી.એમ. માંથી પૈસા ઉપાડી લેતા હતા. તો બીજી તરફ જો તમે પણ આવી રીતે ATM કાર્ડ માંથી જો પૈસા ઉપાડવા માટે તમેં પણ બીજા ની મદદ લેતા હોવ તો ચેતી જજો તમારી સાથે પણ કંઈક આવું અજુગતું થઈ શકે છે જેથી સતર્કતા રાખી સાવધાન રહો.

Input Credit Jignesh Mehta (Bardoli )

Next Article