સુરત પોલીસે હિમાચલ પ્રદેશની રણજી ટ્રોફી ક્રિક્રેટ ટીમની મહિલા ખેલાડીની ધરપકડ કરી, જાણો તેણે શું કારસ્તાન કર્યુ

|

Jan 29, 2022 | 1:41 PM

ક્રિકેટર ભાવિક પાસેથી લાખો રૂપિયા પડાવ્યા બાદ પણ ભાવિકને રણજી ક્રિકેટમાં ન રમાડતા અંતે ભાવિક અને તેના પરિવારે સુરત ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ ઈકોસેલે તપાસ શરુ કરી હતી. બાદમાં મહિલા ક્રિકેટરની ધરપકડ કરી સુરત પોલીસ તેને સુરત લઇ આવી હતી.

સુરત પોલીસે હિમાચલ પ્રદેશની રણજી ટ્રોફી ક્રિક્રેટ ટીમની મહિલા ખેલાડીની ધરપકડ કરી, જાણો તેણે શું કારસ્તાન કર્યુ
Surat police arrested a woman player of Himachal Pradesh Ranji Trophy cricket team

Follow us on

ધીરે ધીરે ગુજરાત જ નહીં ભારત સ્તરે પણ સ્પોર્ટ્સનું મહત્વ વધતુ જઇ રહ્યુ છે. ખાસ કરીને ભારતના લોકો ક્રિકેટ પ્રેમી વધુ હોય છે. ઘણા ક્રિકેટ રમનારા તાલુકા અને જિલ્લા કક્ષાના ખેલાડીઓ રાજ્ય અને રાષ્ટ્ર સ્તરે ક્રિકેટ રમવાના સપના જોતા હોય છે. જો કે સુરત (Surat)માં એક ખેલાડીને પૈસાના જોર પર સ્પોર્ટ્સ (Sports)માં આગળ વધવુ ભારે પડ્યુ. હિમાચલ પ્રદેશની એક રણજી ટ્રોફી (Ranji Trophy) ક્રિકેટ ટીમ (Cricket team)ની ખેલાડીએ સુરતના એક ખેલાડી પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા. જો કે સમય રહેતા સાવધાન થઇ જતા અંતે પોલીસે આ મહિલા ખેલાડીની ધરપકડ કરી લીધી છે.

મહિલા ક્રિકેટર સપનાએ બતાવ્યા રણજી રમાડવાના સપના

મૂળ નવસારીનો અને હાલમાં સુરત રહેતો ક્રિકેટર ભાવિક પટેલ વર્ષ 2018માં કિક્રેટ રમવા હિમાચલ પ્રદેશ ગયો હતો. ત્યારે રામ ચૌહાણ નામના ક્રિકેટર જોડે તેની ઓળખાણ થઈ હતી. બાદમાં રામે ભાવિક પટેલને હિમાચલ પ્રદેશની રણજી પ્લેયર સપના રંધાવા સાથે ઓળખ કરાવી હતી. બાદમાં મહિલા ક્રિકેટર સપનાએ ક્રિકેટર ભાવિકની વિશાલ જોડે ઓળખાણ કરાવી હતી. મહિલા ક્રિકેટર સપનાએ ક્રિકેટર ભાવિક પટેલ પાસે રૂપિયા 27 લાખ લઈ તેને 6 રણજી ટ્રોફી મેચ રમાડવાની વાત કરી હતી. જો કે વર્ષ 2018માં નાગાલેન્ડમાં એક રણજી મેચ રમાડ્યા પછી તેને કોઈ મેચ રમાડી ન હતી.

સુરત પોલીસ આરોપી મહિલા ક્રિકેટરને સુરત લાવી

ક્રિકેટર ભાવિક પાસેથી લાખો રૂપિયા પડાવ્યા બાદ પણ ભાવિકને રણજી ક્રિકેટમાં ન રમાડતા અંતે ભાવિક અને તેના પરિવારે સુરત ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ ઈકોસેલે તપાસ શરુ કરી હતી. બાદમાં મહિલા ક્રિકેટરની ધરપકડ કરી સુરત પોલીસ તેને સુરત લઇ આવી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

હિમાચલ પ્રદેશની રણજી ટ્રોફી મહિલા ખેલાડી સપના રંધાવા હાલમાં ક્રિકેટ કોચિંગના ઓનલાઇન ક્લાસ ચલાવે છે. પોલીસને એવી શંકા છે કે, મહિલા ખેલાડી સપના રંધાવાએ આવી જ રીતે સુરત નહિ પણ દેશભરમાં ઘણા ક્રિકેટરોને સ્ટેટ લેવલે મેચ રમાડવાની લાલચ બતાવી લાખોની રકમ પડાવી હોય શકે છે. સુરતમાં અન્ય ક્રિકેટરો તેનો શિકાર બન્યા હોવાની આશંકા પોલીસને લાગી રહી છે. તે બાબતે પણ પોલીસે તપાસ શરુ કરી છે.

આ પણ વાંચો-

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવશે ગુજરાત, ગાંધી આશ્રમના કાર્યક્રમમાં આપશે હાજરી

આ પણ વાંચો-

અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓની સુખ સુવિધા માટે અનેક આકર્ષણો ઉમેરાયા

 

Next Article