Surat : મિલેનિયમ માર્કેટના વેપારી દ્વારા પાંડેસરાના વીવર્સ સાથે 26.63 લાખની ઠગાઈ, ગ્રે કાપડનો માલ મંગાવી લીધા બાદ પૈસા નહીં ચુકવતા પોલીસ ફરિયાદ

આરોપીઓએ માલનું સમયસર પેમેન્ટ નહી કરતા યોગેશકુમારે ઉઘરાણી કરતા રૂપિયા 9,10,943ની કિંમતનો 28 હજાર મીટર ગ્રે કાપડનો માલ પરત મોકલી આપ્યો હતો. જયારે બાકીના રૂપિયા 26,63,633 મતાનો 2,06,129 મીટરનો માલ કે પેમેન્ટની અવાર નવાર ઉઘરાણી કરવા છતાંયે નહી આપી છેતરપિંડી કરી હતી.

Surat : મિલેનિયમ માર્કેટના વેપારી દ્વારા પાંડેસરાના વીવર્સ સાથે 26.63 લાખની ઠગાઈ, ગ્રે કાપડનો માલ મંગાવી લીધા બાદ પૈસા નહીં ચુકવતા પોલીસ ફરિયાદ
Surat-Millennium Market (ફાઇલ)
| Edited By: | Updated on: Feb 05, 2022 | 4:31 PM

Surat :  પાંડેસરાના બમરોલી રોડ પર આવેલ આકાશ ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં આવેલ યુનીક ફેબ્રીક્સ નામના ખાતામાંથી મિલેનિયમ માર્કેટના (Millennium Market) વેપારીએ દલાલ મારફતે ગ્રે કાપડનો માલ ખરીદી કર્યો હતો. આ ગ્રે કાપડના 26.63 લાખ ટૂંક સમયમાં ચૂકવી આપવાનો વાયદો આપ્યો હતો. પરંતુ બાદમાં વેપારીએ પૈસા ન ચુકવતા આખરે વેપારીને પોતાની સાથે ઠગાઈ (Fraud)થયાની જાણ થઇ હતી. જેથી આ મામલે વેપારીએ ગતરોજ પાંડેસરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગબાજ વેપારી અને દલાલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અલથાણ કેનાલ રોડ વાસ્તુ ડિસ્કવરી સોસાયટીમાં રહેતા યોગેશકુમાર ભોગીલાલ પટેલ બમરોલી રોડ આકાશ ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં ખાતા નં-37માં યુનીક ફેબ્રીક્સના નામની પેઢી ધરાવે છે. કાપડ દલાલ ધર્મેશ વેલવન ભાઠેના મીલેનીયમ માર્કેટમાં આરના ફેશનના નામે ધંધો કરતા અરવિંદ ઉર્ફે અતુલ ભગવાન વઘાસીયા સાથે મુલાકાત કરાવી હતી. અને અરવિંદ મોટા અને પ્રતિષ્ઠીત વેપારી તરીકે અોળખ આપી તેમની સાથે વેપાર કરશો તો ધંધામાં મોટો નફો થશે તેવી લોભામણી લાલચ આપી હતી. શરુઆતમાં માલ ખરીદી તેનું સમયસર પેમેન્ટ ચુકવી વિશ્વામસાં લીધા હતા.

ત્યારબાદ આરોપીઓએ ગત તા 26 ઓક્ટોબર 2020 થી ૨૩ નવેમ્બર 2020 સુધીમાં કુલ રૂપિયા 35,74,376 મતાનો 2,34,129 મીટર ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો.

આરોપીઓએ માલનું સમયસર પેમેન્ટ નહી કરતા યોગેશકુમારે ઉઘરાણી કરતા રૂપિયા 9,10,943ની કિંમતનો 28 હજાર મીટર ગ્રે કાપડનો માલ પરત મોકલી આપ્યો હતો. જયારે બાકીના રૂપિયા 26,63,633 મતાનો 2,06,129 મીટરનો માલ કે પેમેન્ટની અવાર નવાર ઉઘરાણી કરવા છતાંયે નહી આપી છેતરપિંડી કરી હતી. જેથી આખરે બાદમાં યોગેશકુમારને તેની સાથે ઠગાઈ થયાની જાણ થતા તેણીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Surat : ભાજપમાં જોડાયેલા AAPના પક્ષપલટું કોર્પોરેટરોનું સી.આર.પાટીલના હસ્તે સ્વાગત થશે, પણ 22 નગરસેવકોમાંથી હવે કોણ જશે તેવી ચર્ચા ગરમ

આ પણ વાંચો : Surat : કેપી કોમર્સ કોલેજમાં વિદ્યાર્થી પર હુમલા પ્રકરણમાં સંડોવાયેલા વિધર્મી યુવકોને સસ્પેન્ડ કરવાની માંગ સાથે એબીવીપીનું વિરોધ પ્રદર્શન