(Surat ) સુરત શહેરનો ટેક્સ્ટાઇલ ઉધોગ(Textile ) જે રીતે વિકસી રહ્યો છે તેની સાથે જ કેટલાક ચીટરોની (Cheater ) એક આખી ગેંગ (gang ) સુરતમાં આતંક મચાવી રહી છે. અને કેટલાક મળતિયાઓને સાથે રાખીને વીવિંગ કારખાનેદારો, વેપારીઓથી લઈને મિલમાલિકો વગેરેને લાખો રૂપિયાનો ચૂનો પણ લગાડવામાં આવી રહ્યો છે.
ટેક્સ્ટાઇલ ઉધોગમાં ઉદ્યમ મચાવનાર ચીટરોની ટોળકીનો પર્દાફાશ કરવા માટે ફેડરેશન ઓફ વીવર્સ વેલ્ફેર એસોસિયેશને હવે લડત ઉપાડી છે. અને હવે એ લડતના ભાગરૂપે આજે ફોગવાના આગેવાનો દ્વારા સુરત શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ફોગવાના આગેવાનોએ મળીને ચીટરોની ગેંગનું, તેમજ આ ગેંગને સીધા કે આડકતરી રીતે મદદરૂપ થયેલા કે થતા લોકોની યાદી પણ આપવામાં આવી હતી. ફોગવાએ ચીટરોની ગેંગ અંગે કોઈપણ વીવિંગ કારખાનેદારોને કોઈ માહિતી હોય કે તેઓ ભોગ બન્યા હોય તો તાત્કાલિક માહિતી ફોગવાને પહોંચાડવા માટે પણ જણાવ્યું છે.
જેમાં તમામ ચીટરોની યાદી, તેમને સહયોગ આપનારાઓની યાદી પોલીસ કમિશનરને સુપરત કરીને તેમની સામે કડક દાખલો બેસે તેવા પગલાં ભરવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. નોંધનીય છે કે શહેરની વિવિધ માર્કેટો તેમજ અન્ય વિસ્તારોમાં દુકાનો ભાડે રાખીને વિવરસો પાસેથી ઉધારમાં કાપડ ખરીદી પાછળથી પેમેન્ટ નહીં ચૂકવીને લાખો રૂપિયાનું ચીટિંગ કરનારા સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
આજે આપેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે રિંગરોડ પર આવેલી જુદી જુદી માર્કેટોમાં ચીટરો દ્વારા દુકાનો હંગામી ધોરણે ભાડેથી લેવામાં આવે છે. અને ત્યારબાદ આવા ચીટરો દ્વારા વીવર્સ પાસેથી લાખો રૂપિયાનું કાપડ ઉધાર લેવામાં આવે છે. અને પાચ્ચલથી પેમેન્ટ ભરી ચૂકવી લાખો રૂપિયાનું ચીટિંગ કરવામાં આવે છે. જેથી વીવર્સને નુકશાન ભોગવવાનો વારો આવે છે.
આવા ચીટરો સાથે બ્રોકરો પણ સામેલ છે. આવા 51 જેટલા ચીટરો ની યાદી આજે સુરત શહેર પોલીસ કમિશનરને સુપરત કરવામાં આવી હતી. અને તેમની સામે ગુનો દાખલ કરવાની ખાતરી પણ સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી હતી.
આ પણ વાંચો : Surat : મેટ્રો રેલ પ્રોજેક્ટ – ચોકબજાર સ્થિત SBI બેકનું થશે સ્થળાંતર, જાણો વિગત
આ પણ વાંચો : Surat: શિક્ષણનું પદ લજવ્યું, ચાલુ કલાસે માત્ર 12 વર્ષની બાળકીની સતત છેડતી કરવાનો શિક્ષક પર આરોપ
Published On - 7:26 pm, Fri, 1 October 21