SURAT : યુવતીના પ્રેમમાં પાગલ યુવકનો ઇમોશનલ બ્લેકમેલિંગનો ખેલ, યુવતીના પરિજનોએ નોંધાવી પોલીસ ફરિયાદ

|

Apr 14, 2022 | 4:59 PM

સુરતના (Surat) છેવાડે આવેલા પાદરા ખાતે થોડા સમય પહેલા યુવતીના પ્રેમમાં પાગલ યુવકે યુવતીના ઘરે જ યુવતીનું ગળું કાપીને હત્યા કરવાની ઘટનાએ સુરત સહિત રાજયભરમાં ચકચાર મચાવી હતી.

SURAT : યુવતીના પ્રેમમાં પાગલ યુવકનો ઇમોશનલ બ્લેકમેલિંગનો ખેલ, યુવતીના પરિજનોએ નોંધાવી પોલીસ ફરિયાદ
SURAT: Emotional blackmailing game of a mad young man in love with a young woman

Follow us on

સુરતના (Surat)છેવાડે થોડા સમય પહેલા જ પ્રેમીએ (Lover) પ્રેમમાં પ્રેમિકાને ગળું કાપી હત્યા કરી નાખવાના મામલે ચકચાર મચી ગઇ હતી. ત્યારે આ જ પ્રકારની વધુ એક ઘટના સામે આવી છે. સુરતમાં સરથાણા વિસ્તારમાં એક યુવતીએ તેના પ્રેમી સાથેના સંબંધ કાપી નાખતા પ્રેમી દ્વારા યુવતીના ભાઇને માર મારવાની સાથે પોતાના હાથની નસો કાપી નાખી તેના ફોટા યુવતીને મોકલી, પ્રેમ સંબંધ ચાલુ રાખવા માટે દબાણ કરવા સાથે હેરાન કરતો હોવાને લઈને યુવતીના પરિવારે પ્રેમી યુવક વિરુદ્ધ પોલીસ (police) મથકમાં ફરિયાદ (Complaint)નોંધાવી હતી.

સુરતના છેવાડે આવેલા પાદરા ખાતે થોડા સમય પહેલા યુવતીના પ્રેમમાં પાગલ યુવકે યુવતીના ઘરે જ યુવતીનું ગળું કાપીને હત્યા કરવાની ઘટનાએ સુરત સહિત રાજયભરમાં ચકચાર મચાવી હતી. ત્યારે આ જ પ્રકારની એક તરફી પ્રેમમાં પાગલ યુવક યુવતીને હેરાન કરી પ્રેમ સંબંધ ચાલુ કરવા માટે દબાણ કરતો હોવાની પોલીસ ફરિયાદ સુરતના સરથાણા પોલીસ મથકે નોંધાવા પામી છે. સુરતના સરથાણા વિસ્તારમાં યોગી ચોક ખાતે રહેતા પરિવારમાં પતિ-પત્ની અને એક 17 વર્ષની દીકરી છે પરિવાર મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

ત્યારે આ પરિવારની 17 વર્ષની યુવતી કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી. જોકે આ યુવતીને ઘર નજીક રહેતા દર્શન વેકરીયા નામના યુવક સાથે આંખ મળી જતા પ્રેમસંબંધ બંધાયો હતો. જોકે આ યુવક યુવતીના પ્રેમ સંબંધની જાણકારી પરિવારને થઈ જતા યુવતીની માતાએ પ્રેમસંબંધ તોડી નાંખવા કહ્યું હતું. જેથી યુવતીએ દર્શન સાથેનો પ્રેમ સંબંધ કાંપી નાખ્યો હતો. બાદમાં યુવતી સાથે વાત કરવા માટે વારંવાર ફોન કરવા સાથે તેનો પીછો કરતો હતો.

જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ
કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?
એક ફોન કોલે બદલ્યું નસીબ, આજે શાહરૂખ ખાન આપે છે કરોડો રૂપિયા
સેકન્ડ હેન્ડ AC ખરીદવું જોઈએ કે નહીં? આટલું જાણી લેજો
Plant in pot : ઘરે જેડ પ્લાન્ટની બોંસાઈ સરળ રીતે બનાવો

ત્યારે યુવતીએ તેની સાથે વાત ન કરવાનું કહેતા યુવક વાત કરવા માટે દબાણ કરતો હતો. ત્યારે આ યુવકે પોતાના હાથ પર ઇજા પહોંચાડી અને લોહીલુહાણ કરી નાખેલા હાથના ફોટા પાડી તેને આ યુવતીને મોકલ્યા હતા. સાથે મેસેજ કરતો કે જો તુ મારી સાથે નહીં બોલશે તો મરી જઈશ અને તારા ભાઈને રસ્તામાં મારીમારીને ભુત બનાવી દઈશ. બીજી બાજુ યુવક બહેનપણીને ફોન કરીને યુવતી સાથે વાત કરતા દબાણ કરતો હતો. યુવતીના પરિવારને તેના પ્રેમસંબંધની જાણ થઈ જતા કિશોરીએ યુવક દર્શન સાથે પ્રેમસંબંધ કાપી નાખ્યો હતો.

છતાં પણ દર્શન તેનો પીછો કરી તેને હેરાન કરતો હતો. અને તેણીને વાતો કરવા માટે દબાણ કરતો હતો.આખરે વાત ન કરતાં ફોટા મોકલ્યા હતા.આથી યુવતીનો પાછળ પીછો કરીને પણ હેરાન કરતો હોવાની યુવતી ફરિયાદ ઘરે કરી હતી. જોકે યુવતી માતાએ દર્શન વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :SURAT : પીસીબીની જુગારધામ પર રેડ, 5 મહિલા સહિત 7 જુગારીઓને ઝડપી પાડયા

અમદાવાદ કોર્પોરેશન દ્વારા દરેક વોર્ડમાં વડના વૃક્ષો વાવી વડ વન બનાવવામાં આવશે