Surat: નીમકોટેડ યુરિયા ખાતરની કાળા બજારથી ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગમાં વેચતા 6 આરોપીઓની ઇકોસેલ દ્વારા ધરપકડ

|

Apr 27, 2022 | 8:17 PM

સુરત (Surat) શહેર સહિત ગુજરાત રાજયમાં ખેડૂતોને ખેતીવાડી ઉપયોગમાં વપરાતું નીમ કોટેડ યુરિયા ખાતર સસ્તું પડે તે હેતુથી તેમાં કેન્દ્ર સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે.

Surat: નીમકોટેડ યુરિયા ખાતરની કાળા બજારથી ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગમાં વેચતા 6 આરોપીઓની ઇકોસેલ દ્વારા ધરપકડ
Surat: Ecocell arrests 6 accused of selling fertilizer for industrial use from black market

Follow us on

Surat: ગુજરાત રાજ્યમાં ખેડુતોને સરકારી સબસીડીથી મળતું નીમકોટેડ યુરિયા ખાતર (fertilizer)બારોબાર કાળા બજારથી (Black market) ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગમાં વેચાણ 6 આરોપીઓની ઇકોસેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બ્લેકમાં કાળા બાજરી કરતા પકડાયેલ આરોપીઓ સામે સુરત પોલીસે પહેલી વખત પી.બી.એમ એકટ હેઠળ દરખાસ્ત કરતાં જીલ્લા મેજીસ્ટ્રેટ ના હુકમ આધારે રાજ્યની અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

સુરત શહેર સહિત ગુજરાત રાજયમાં ખેડૂતોને ખેતીવાડી ઉપયોગમાં વપરાતું નીમ કોટેડ યુરિયા ખાતર સસ્તું પડે તે હેતુથી તેમાં કેન્દ્ર સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે. અને આ નીમ કોટેડ યુરિયા ખાતરનો બારોબાર કાળા બજારના થાય તે માટે સરકાર દ્વારા આ ખાતરને નીમ કોટેડ કરવામાં આવે છે. જેથી તેનો ઉપયોગ ઇન્ડ્રસ્ટ્રીમાં થાય નહીં અને થાય તો પકડાઇ શકે તેમ છતાં આ નીમ કોટેડ યુરિયા ખાતર બારોબાર સુરત શહેરમાં મોટા પાયે કાળાબજાર થતો હોવાની હકીકત આધારે ખેતીવાડી વિભાગ દ્વારા અને સ્થાનિક પોલીસે તારીખ 14 / 12 / 2021 ના રોજ સુરત શહેર ક્રિષ્ના ઇમપોર્ટ અને એક્ષપોર્ટના સુરત ખટોદરા મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીટ એસ્ટેટ પ્લોટ નં 143 ના ગોડાઉનમાંથી 1210 બોરી યુરિયા ખાતર પકડવામાં આવ્યા હતા. અને તે અંગે નમુના મેળવી તેનું સરકારી લેબોરેટરીમાં પૃથ્થકરણ કરાવતાં નીમકોટેડ યુરિયા ખાતર ખેડુતોના વપરાશવાળું હોવાનું આવતાં ખેતી અધિકારીએ ફરીયાદ આપી હતી.

જે ગુનાની તપાસ ઉંડાણ પુર્વક થાય તે હેતુથી પોલીસ કમિશ્નરનર દ્વારા આખી તપાસ સુરત આર્થિક ગુના નિવારણ શાખાને તપાસ સોંપી હતી. આમ ગુનામાં ક્રિષ્ના ઇમ્પોર્ટ અને એક્ષપોર્ટના સંચાલક નટવરલાલ નાયક તથા રાજ ડોકટરની પૂછપરછ કરતા તપાસમાં નીમકોટેડ યુરિયા ખાતર કયાંથી આવેલ કોણ કોણ સંડોવાયેલ જેની તપાસ કરતાં આ ગુનામાં કુલ 9 આરોપીઓ પકડી પાડી નામદાર કોર્ટના હુકમથી જામીન મુકત થયા હતા.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

પરંતુ આ ગુનામાં કાળબજાર કરનાર વેપારીઓ કાયદાની ઓછી સજાની જોગવાઈનો લાભ મેળવી જામીન મુકત થઇ જતા હોય છે. જેથી તેમની આ કાળબજારની પ્રવૃત્તિને અટકાવવા સારૂ આરોપીઓ સામે કડક કાર્યવાહી સુરત પીલીસ દ્વારા પણ કરાઈ છે. સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા સુચના મુજબ પી.બી.એમ હેઠળ કાર્યવાહી કરવા વિગતે દરખાસ્ત સુરત જીલ્લા મેજસ્ટ્રેટ તરફ મોકલી હતી. અને તમામ આરોપીઓ ને પી.બી.એમ એકટ હેઠળ અટકાયત કરવા જીલ્લા મેજીસ્ટ્રેટ  હુકમ કરયો હતો.જેમાં આર્થિક ગુના નિવારણ શાખાએ જુદી જુદી ચાર -4 ટીમો બનાવી 6 આરોપીઓ ને રાતોરાત અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરી ધરપકડ કરાઈ હતી. જે આરોપીઓને સુરત , ખંભાત , મુંબઇ , રાજસ્થાન પ્રતાપગઢ ખાતેથી અટકાયત કરી હતી અને અલગ અલગ જેલોમાં મોકલી આપવામાં આવશે.

આરોપીઓ

( 1 ) નટવરલાલ મોહનલાલ નાયક – ભુજ મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યા છે.
( 2 ) રાજ હેમંતભાઇ ડોક્ટર – રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યા છે.
( 3 ) જીગ્નેશભાઇ વસંતલાલ શાહ – અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે મોકલવામાં આવ્યા છે.
( 4 ) કૃણાલભાઇ જીગ્નેશભાઇ શાહ – અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે મોકલવામાં આવ્યા છે.
( 5 ) રૂઘનાથ ગોવર્ધન મીણા – રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
( 6 ) વિકાસ વિજેંદ્ર નહેરા – ભુજ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો :પશ્ચિમ રેલવેએ લીધો મોટો નિર્ણય, 25 ટ્રેનોમાં લિનન સુવિધા પુનઃસ્થાપિત કરવામાં આવી

Ahmedabad માં એપ્રિલ મહિનામાં જ ગરમીએ રેકોર્ડ તોડ્યા, જાણો કેમ વધી રહી છે ગરમી

Next Article