Surat માં સાયબર ક્રાઇમે ઓનલાઈન છેતરપિંડીના કેસમાં ચાર લોકોની ધરપકડ કરી

|

Aug 12, 2021 | 10:45 PM

પોલીસે આ મામલે તપાસ કરી 4 આરોપીને ઝડપી પાડ્યા સાથે જ 12 લાખ રૂપિયા રિકવર કર્યા છે. પોલીસના કહેવા પ્રમાણે આરોપીઓ પહેલા પોલીસી ઉતારતા હતા અને ત્યારબાદ સરકારી અધિકારી બની રૂપિયા પડાવતા હતા.

સુરત(Surat) માં લેભાગુ તત્વો ઝડપથી રૂપિયા કમાવવા અનેક પેંતરા અજમાવતા હોય છે.ત્યારે આવા જ 4 આરોપીઓને સુરત સાયબર ક્રાઈમે(Cyber Crime) ઝડપી પાડ્યા છે.વીમા પોલીસીના નામ પર આ આરોપીઓએ 42 લાખથી વધુ રકમ ફરિયાદી પાસેથી પડાવી લીધી હતી. જેની ફરિયાદ માર્ચ મહિના મળી હતી.પોલીસે આ મામલે તપાસ કરી 4 આરોપીને ઝડપી પાડ્યા સાતે જ 12 લાખ રૂપિયા રિકવર કર્યા છે. પોલીસના કહેવા પ્રમાણે આરોપીઓ પહેલા પોલીસી ઉતારતા હતા અને ત્યારબાદ સરકારી અધિકારી બની રૂપિયા પડાવતા હતા.હાલ તો પોલીસ આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરી રહી છે. અને આ પ્રકારે અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તે અંગે તપાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો : શું તમે પણ છુપાવવા માંગો છો તમારી WhatsApp ચેટ ? ફોલોવ કરો આ સરળ સ્ટેપ્સ

આ પણ વાંચો : Kareena Kapoor: છોકરાના નામથી ટ્રોલ થઈ કરીના કપૂર, કહ્યું 300 વર્ષ પહેલા શું થયું કોણે જોયું

Published On - 9:03 pm, Thu, 12 August 21

Next Video