Surat: રાંદેરના ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચે નાનપુરાના કુખ્યાત સજ્જુ કોઠારીના ભાઇ આરીફ કોઠારીને પકડવા જનાર રાંદેર પોલીસની(police) ટીમ પર હુમલો કરી પથ્થરમારો (Stoned) કરી ટોળું આરીફને છોડાવી જતા મોડીરાતે પોલીસ દોડતી થઇ ગઇ હતી. હવે આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના પણ આપવામાં આવી છે કે કોઈપણ રીતે આરીફને ઝડપી પાડવા માટે સૂચનો કર્યા છે.
રાંદેર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.ડી. હડીયા સહિતનો સ્ટાફ ગત રાતે સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચે સુભાષ નગર ઝુંપડપટ્ટી તાપી નદીના પાળા પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે નાનપુરાના કુખ્યાત સજ્જુ કોઠારીનો ભાઇ આરીફ ગુલામ મોહમદ કોઠારી 2053, નેહરૂ નગર ઝુપડપટ્ટી, શીતલ ટોકીઝ પાસે, રાંદેર સાહીન મુનાફ શેખ અને તેના પુત્ર મોહમદ શાહીન મુનાફ શેખ સહિત ત્રણેક જણા સાથે નજરે પડયો હતો. લાજપોર જેલ પાસેથી સજ્જુ કોઠારીને ભગાડવાના ગુનામાં વોન્ટેડ આરીફ કોઠારીને પોલીસે દબોચી લીધો હતો. પરંતુ શાહીને અને તેના પુત્રએ બુમાબુમ કરતા 40થી વધુ લોકોનું ટોળું એક્ઠું થઇ ગયું હતું.
જયારે આરીફ કો છોડના નહીં તેમ કહી ટોળાને ઉશ્કેરણી કરતા ટોળાએ પોલીસ ટીમ પર હુમલો કરી પીએસઆઇ હડીયાનો શર્ટ ફાડી નાંખ્યો હતો. અને અન્ય હે.કો મોબતસિંહ હેમુભાઇ, હે. કો રમેશ મેરામણ, પો.કો. ભરત કનુભાઇ વગેરેને માર મારી પથ્થર મારો કરી આરીફ કોઠારીને છોડાવી લીધો હતો. ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે ઘસી ગયો હતો. આમ તો સુરત પોલીસ દ્વારા માથાભારે છાપ ધરાવતા સજ્જુ કોઠારી સામે સકંજો કસ્યો જ છે.
જેથી સજ્જુ કોઠારી દ્વારા અને તેના માણસો દ્વારા સતત પોલીસ પર હુમલો કરતા હોય છે. જ્યારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સજ્જુ કોઠારીને ઘરે પકડવા માટે ગઈ હતી. ત્યારે પણ અનેક દ્રશ્યો સર્જાયા હતા. ઘરના લોકો કોઈને કોઈ રીતે રોકવા અને પોલીસને અડચણ રૂપ થાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. અને તેનો આ ખાસ એમ.ઓ. રહ્યો છે. કારણ કે જેથી અત્યાર સુધી પોલીસથી બચવા માટે આ એમ.ઓ.નો ઉપયોગ કરતો હતો.
આ પણ વાંચો :Mehsana : ઊંઝા અને વડનગરમાં તાલુકા કક્ષાના આરોગ્ય મેળાનો એક હજારથી વધુ લાભાર્થીઓએ ભાગ લીધો
આ પણ વાંચો :ભર ઉનાળામાં ગુજરાતમાં પડશે વરસાદ, રાજ્યના અનેક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ
Published On - 4:35 pm, Wed, 20 April 22