Surat : સાઇબર ક્રાઇમની પ્રસંશનીય કામગીરી, ઓનલાઇન ઠગાઇનો ભોગ બનેલા ટેમ્પો ચાલકને 1.20 લાખનું રિફંડ અપાવ્યું

|

Dec 18, 2021 | 6:07 PM

આવા બનાવોમાં ભોગ બનનારને કોરોનાની મહામારીની પરિસ્થિતિમાં નાણાકીય નુકશાન ન થાય તે માટે સાયબર ક્રાઈમ ટીમે હંમેશા ભોગ બનાનારને તાત્કાલિક મદદરૂપ થાય તેવા પ્રયત્નો કરવામાં કાર્યરત છે.

Surat : સાઇબર ક્રાઇમની પ્રસંશનીય કામગીરી, ઓનલાઇન ઠગાઇનો ભોગ બનેલા ટેમ્પો ચાલકને 1.20 લાખનું રિફંડ અપાવ્યું
સાઇબર ક્રાઇમની પ્રશંસનીય કામગીરી

Follow us on

ઓનલાઇન ઠગાઈની ઘટનાઓ વધી રહી છે ત્યારે એક ટેમ્પો ચાલકે તેના પિતાની સારવાર માટે બેંકમાં 1.20 લાખ રૂપિયા ભર્યા હતા. જેના માટે તેણે ઓનલાઇન એપ્લિકેશનના માધ્યમથી ક્રેડિટ કાર્ડ અપડેટ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરતા જ તેના ખાતામાંથી 1.20 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. જેના કારણે આખરે ભોગ બનનાર ટેમ્પો ચાલકે આ મામલે સાઇબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને 1.20 લાખ પરત અપાવી દીધા હતા.

બનાવની વિગત એવી છે કે સંજય યશવંત ભગત ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. સંજયભાઈએ ગત તા 10 ડિસેમ્બરના રોજ સ્લાઈસ કંપનીનું ક્રેડિટ કાર્ડ લેવા માટે ઓનલાઈન એપ્લાય કરી હતી. ત્યારબાદ તેની આર્થિક હાલત સારી ન હોવાથી તેમજ તેના પિતાને હોસ્પિટલમાં દાખલ કર્યા હોવાથી પૈસાની જરૂર પડતા 15મી ડિસેમ્બરના રોજ સ્લાઈસ ક્રેડિટ કાર્ડની એપ્લીકેશન ડાઉનલોડ કરી ઓનલાઈન એપના માધ્યમથી ક્રેડિટ કાર્ડ એક્ટિવ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

પરંતુ કાર્ડ એક્ટિવ ન થતા ગુગલમાંથી નંબર સર્ચ કરી કંપનીના કસ્ટમર કેરનો સંપર્ક કર્યો હતો. જેમાં સામેવાળા અજાણ્યાએ સંજયભાઈને વાતોમાં ભોળવી મોબાઈલમાં એનીડોક્સ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી તેના ક્રેડિટ કાર્ડમાંથી કુલ રૂપિયા 1,20,000નું ઓનલાઈન ટ્રાન્જેકશન કરી છેતરપિંડી કરી હતી. સંજયભાઈને તેમની સાથે ઠગાઈ કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા બીજા દિવસે એટલે 16 મીના રોજ સાયબર ક્રાઈમ પોલીસમાં રજુ્આત કરી હતી. પોલીસે ટ્રાન્ઝેકશનની વિગત ચેક કરતા ફ્લીપકાર્ડમાં ટ્રાન્ઝેકશન થયા હોવાનું બહાર આવતા ફ્લીપકાર્ડના કંપનીના નોડલ ઓફિસરને નોટીસ મોકલી હતી અને ટેલિફોનીક સંર્પક કરી આરોપી દ્વારા ખરીદ કરવામાં આવેલ કુલ રૂપિયા 1,20,000 ગિફ્ટ વાઉચર ડીએક્ટીવ કરી રિફંડ કરવા જણાવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સાઇબર ક્રાઈમના લોકરક્ષક હાર્દિકભાઈ ધમેન્દ્રભાઈએ તાત્કાલિક જરુરી કાર્યવાહી કરી સંજયભાઈના રૂપિયા 1,20,000 ક્રેડિટ કાર્ડમાં પરત મેળવી આપ્યા હતા.

24 કલાકની અંદર ફરિયાદ મળે તો નાણા પરત મળી શકે

આ મામલે સાયબર ક્રાઈમના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે એટીએમ, લોન, લોટરી જોબ, શોપીંગ તથા આર્મીના નામે ઓએલએક, ફેસબુક એડમાંથી વસ્તુ ખરીદીને લગતા ફ્રોડ, કોરોના મહામારીમાં રૂપિયાની મદદ આપીશુ, બેન્કમાંથી મેનેજર બોલુ છું. આપનું એટીએમ કાર્ડ વેરીફાઈ કરવાનું, પેટીએમ કંપનીના કેવાયસી અપડેટ કરવામાટે મોબાઈલમાં ક્વીસ સપોર્ટ અથવા એનીડેક્સ નામની એપ્લીકેશન ઈન્સ્ટોલ કરાવી આપવા સહિત વિવિધ બહાને નાણાકીય છેતરપિંડી થાય છે.

આવા બનાવોમાં ભોગ બનનારને કોરોનાની મહામારીની પરિસ્થિતિમાં નાણાકીય નુકશાન ન થાય તે માટે સાયબર ક્રાઈમ ટીમે હંમેશા ભોગ બનાનારને તાત્કાલિક મદદરૂપ થાય તેવા પ્રયત્નો કરવામાં કાર્યરત છે. જેથી કોઈપણ વ્યકિત ભોગ બનેતો પ્રથમ 100 નંબર ઉપર સંપર્ક કરવો ત્યારબાદ નજીકના પોલીસ મથકમાં અથવા તો સાયબર ક્રાઈમનો સંપર્ક કરવો બનાવના 24 કલાકમાં કરવો અનિવાર્ય છે. જેથી ભોગ બનનારને આર્થિક નુકશાન થતું રોકી નાણાં પરત અપાવી શકાય.

Next Article