SURAT: રિક્ષામાં મુસાફરોના મોબાઈલ તફડાવી લેતો આરોપી પકડાયો

|

Jan 08, 2022 | 6:43 PM

પેસેન્જરના સ્વાંગમાં રિક્ષામાં બેસી સાથેના પેસેન્જરની નજર ચુકવી મોબાઈલ ફોન ચોરી લેતી ટોળકીના નાસતા- ફરતા રીઢા આરોપીને SOG પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

SURAT: રિક્ષામાં મુસાફરોના મોબાઈલ તફડાવી લેતો આરોપી પકડાયો
રીક્ષામાં મુસાફરોના મોબાઈલ ચોરતો આરોપી પકડાયો

Follow us on

સુરત (Surat) શહેરની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (Special Operations Group) ની ટીમ પેટ્રોલિંગ (Patrolling) માં હતી તે સમય દરમિયાન તેઓને મળેલી બાતમીના આધારે રૂસ્તમપુરા પોલીસ (Police) ચોકીની બાજુમાં નાસીરી પીઝા નામની દુકાન પાસે રોડ ઉપર વોચ ગોઠવી આરોપી તોહસીફ અલી ઉર્ફે સમીર શૌકાતઅલીને પકડી પાડ્યો હતો.

દરમિયાન પોલીસ દ્વારા આરોપીની પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતુ કે આજથી બે મહિના પહેલા પોતે તેના મિત્રો કલીમ ઉર્ફે કલીમ બટર મુજ્જમીલ શેખ તથા રીઝવાન સૈયદ સાથે એક પેસેન્જર રિક્ષા લઈ ફરતા હતા તે દરમિયાન અડાજણ ભુલકાભવન પાસેથી એક પેસેન્જરને રિક્ષામાં પાછળ વચ્ચે બેસાડી તેની નજર ચુકવી તેની પાસેના મોબાઈલ (Mobile) ફોનની ચોરી કરી તે પેસેન્જરને આનંદ મહેલ રોડ સ્થિત ખમણ હાઉસની પાસે ઉતારી તમામ આરોપીઓ રીક્ષામાં ભાગી ગયો હોવાવી કબુલાત કરી હતી.

વધુ પુછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપીઓની મોડસ ઓપરેન્ડી એ છે કે ચારેક ઈસમો પેસેન્જર રીક્ષામાં લઈ જેમાં એક ઈસમ રિક્ષા ચલાવે છે અને બાકીના ત્રણ ઈસમો પાછળની સીટમાં પેસેન્જરના સ્વાંગમાં બેસી જઈ રોડ ઉપર રિક્ષા લઈ આંટા ફેરા મારી કોઈ એકલ દોકલ પેસેન્જરને પોતાની વચ્ચે પાછળની સીટ ઉપર બેસાડી બાદમાં ચાલુ રિક્ષાએ તેની સાથે બેસેલ ત્રણેય ઈસમો ધકકા- મુકકી કરી પેસેન્જરનું ધ્યાન ભટકાવી તેની પાસે રહેલ મોબાઈલ, પૈસા, અથવા સામાનની ચોરી કર્યા બાદ પેસેન્જરને કોઈ બહાને રિક્ષામાંથી અડધે રસ્તે નીચે ઉતારી નાસી જાય છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ઉલ્લેખનીય છે કે આરોપી વિરુધ અગાઉ અડાજણ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોધાઈ ચૂક્યો હતો. જેમાં પણ તે પોલીસ પકડથી નાસતો ફરતો હતો. આ સિવાય આરોપીની ગુનાહીત ઈતિહાસની વાત કરીએ તો ઉમરા પોલીસ સ્ટેશનમાં 4 ગુના કાપોદ્રામાં 1, વરાછામાં 1 અને ખટોદરા પોલીસ મથકમાં પણ 1 મળી કુલ 7 અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુના નોધાઈ ચૂકેલા છે.

આ પણ વાંચોઃ ખોડલધામ પાટોત્સવની રૂપરેખામાં મોટો ફેરફાર, કોરોના ગાઇડલાઇન અનુસાર કાર્યક્રમનું આયોજન

આ પણ વાંચોઃ ભાજપના નેતા અલ્પેશ ઠાકોર અને અજમલજી ઠાકોરે કોરોના નિયમોના ઉડાવ્યા ધજાગરા, નેતાઓ પર કેમ નથી થતી કાર્યવાહી?

Next Article