Surat: નવસારી બજાર વિસ્તારમાં વર્ષ 2017 માં સોના ચાંદીના દાગીના ઉપર નાણાં ધીરાણ કરાવાની દુકાનમાં હથિયારો લઇ લુંટ કરવાના ઇરાદે ઘુસી માલિકની હત્યા કરનાર આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
ભૂતકાળમાં સુરતમાં ગંભીર ગુનાઓ આચરનાર આરોપીનોને પકડવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી, ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ (Surat Crime Branch) દ્વારા પણ અનેક ગુનામાં આરોપીને પોલીસે શોધી કાઢવા માટે ખાસ કવાયત હાથ ધરી હતી.
સુરતમાં અગાઉ નવસારી બજારમાં સોના ચાંદીના દાગીના પર રૂપિયા વ્યાજે આપતા દુકાન માલિકની દુકાનમાં વર્ષ 2017 માં બંધુક્ની અણીએ લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેનો દુકાન માલિકે આ લુટારુનો પ્રતિકાર કરતા તેની હત્યા કરી નાખવામાં આવી હતી. ભાગી છૂટેલા આ આરોપીને સુરતની ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી ઝડપી પાડવામાં સફળતા મળી છે.
આ ગંભીર ગુનાની વાત કરવામાં આવે તો વર્ષ 2017 માં સુરતના નવસારી બજાર ખાતે આવેલ રાજેશ્રી હોલ નજીક ચોક્સી મહેન્દ્ર કે. શાહ નામની સોના ચાંદીના દાગીના ઉપર નાણાં ધીરાણ કરાવાની દુકાન આવેલી હતી. તે સમયે દુકાનના માલિક મહેન્દ્ર કુમાર શાહ બેસેલ હતા ત્યારે લૂંટના ઇરાદે હથિયાર બતાવી દુકાન માલિકને ધમકાવી લૂંટ કરવાના ઇરાદે દુકાનમાં ધસી આવ્યો હતો.
જોકે દુકાન માલિકે આ લૂંટારુનો સામનો કર્યો અને પ્રતિકાર કરતા આરોપીઓએ તેમની પાસેના તમંચાથી ફાયરીંગ કરી દીધું હતું. જેમાં મહેન્દ્રભાઇ શાહની હત્યા થઈ હતી અને બાદમાં આરોપીઑ ભાગી છૂટ્યા હતા. જોકે આ ગંભીર ઘટના બાદ સુરત પોલીસ દોડતી થઈ હતી અને આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.
આ ગુનામાં સંડોવાયેલો આરોપી ઉત્તર પ્રદેશના શીરખાન ઉર્ફે સન્ની નવાબખાન પઠાણનું નામ સામે આવ્યું હતું. લાંબા ગાળા બાદ પોલીસે આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડવામાં સફળતા મળી હતી. જોકે આ આરોપીની પૂછપરછ દરમિયાન મુદશીર ઉર્ફે મુદ્રા ઈલીયાસ ગાજી સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યાનું કબૂલ્યું હતું.
લૂંટના ઇરાદે દુકાનમાં પ્રવેશ કરીને દુકાન માલિકની હત્યા કરી હોવાની કબૂલાત કરતા પોલીસે આ આરોપીને વિરુદ્ધ વધુ કાર્યવાહી શરૂ કરી છે. આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે નામદાર કોર્ટ દ્વારા 6 દિવસના રિમાન્ડ આપતા પોલીએ આ મામલે વધુ કાર્યવાહી સાથે તપાસ શરુ કરી છે.
આ પણ વાંચો: LPG Gas Cylinder Price : એલપીજી ગેસ સિલિન્ડર 73.5 રૂપિયા મોંઘો થયો , જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ
આ પણ વાંચો: Weather Forecast: આ 6 રાજ્યોમાં છે જોરદાર વરસાદની સંભાવના, જાણો દેશના ક્યાં ભાગમાં જારી કરાયું રેડ એલર્ટ ?
Published On - 9:03 am, Sun, 1 August 21