Surat : કતારગામના રત્નકલાકારે કિશોરી સાથે બળાત્કાર કરી વિડિયો વાયરલ કર્યો, 3ની ધરપકડ

|

Jan 04, 2022 | 6:28 PM

આરોપીના મિત્ર કિશન રામજીભાઇ ડાભી નો સહકાર મેળવી રીયાને મળવા બોલાવી સીમાડાનાકા વિસ્તારમાં આવેલા અવધ વાઇઝરિયા પાસે આવેલા કપલ બોક્સમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યુ હતું અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો.

Surat : કતારગામના રત્નકલાકારે કિશોરી સાથે બળાત્કાર કરી વિડિયો વાયરલ કર્યો, 3ની ધરપકડ
A youth from Katargam raped a teenager (File Image )

Follow us on

ધોરન 8 માં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થિની (Student )સાથે મિત્રતા કેળવ્યા બાદ લગ્નની લાલચે મિત્રના સહકારથી સીમાડાનાકા ખાતે આવેલા કપલ બોક્સ ખાતે લઇ જઇ દુષ્કર્મ (Rape )કરવામાં આવ્યું હતું. જેનો મિત્ર સાથે વીડિયો ઊતારી વાયરલ કરવામાં આવતા 8 મહિના બાદ આ વીડિયો પીડિતાના પરિવારની નજરે ચઢતા સમગ્ર મામલો સામે આવતા સરથાણા પોલીસે ત્રણેય સાગરિત મિત્રો વિરુદ્ધ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે.

સરથાણા પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ કતારગામ સિંગણપોર રોડ પર આવેલા નંદનવન સોસાયટીના ઘર નં . 86 માં રહેતો 18 વર્ષીય સચિન ભરતભાઇ કુકડિયા ઇન્સ્ટાગ્રામ ૫૨ એકાઉન્ટ ધરાવે છે અને હીરા ઘસવાનું મજૂરીકામ કરે છે. ધો . 8 માં અભ્યાસ કરતી 15 વર્ષીય કિશોરી સાથે સચિનની ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા થઇ હતી .

આશરે 8 મહિના અગાઉ રત્નકલાકાર સચિને તેના  કતારગામ સિંગણપોર રોડ પર આવેલી મણી પાર્ક સોસાયટીમાં રહેતા તેના મિત્ર  કિશન રામજીભાઇ ડાભી નો સહકાર મેળવી રીયાને મળવા બોલાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યુ હતું અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો  અને ત્યારબાદ સચીને તેના કતારગામ વિસ્તારમાં જ રહેતા અન્ય મિત્ર વૈભવ અશોકભાઇ બગદરિયાસાથે મળી આ વીડિયો વાયરલ કર્યો હતો. જે વીડિયો ફરતો ફરતો 8 માસ બાદ રીયાના વતનમાં પહોંચતા પરિચિત દ્વારા તેના પિતા પરિવારને મોકલાવી જાણ કરી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ગઈકાલે સરથાણા પોલીસ મથકમાં સચીન કુકડિયા , કિશન ડાભી અને વૈભવ બગદરિયા વિરુદ્ધ બળાત્કાર , પોક્સો તથા આઇ . ટી . એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે સંદર્ભે સરથાણા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.

નોંધનીય છે કે સુરત શહેરમાં હજી પણ બાળકીઓ અને કિશોરીઓ સાથે બળાત્કારની ઘટના વધી રહી છે. તેવામાં સરથાણા વિસ્તારમાં નોંધાયેલી આ ઘટનાએ પણ ફરી એકવાર બાળકીઓની સુરક્ષાને લઈને ચિંતા ઉભી કરી છે.

આ પણ વાંચો: Vadodara: મેયર કેયુર રોકડીયાની પુત્રીથી કિશોરોમાં વેક્સિનેશન અભિયાનની શરૂઆત, જાણો વેક્સિનને લઈને કેવો ઉત્સાહ

આ પણ વાંચો: બોલીવુડની આ એક્ટ્રેસો રહે છે હંમેશા સાસુ-સસરા સાથે, જાણો કોણ છે લિસ્ટમાં સામેલ

Published On - 9:24 am, Tue, 4 January 22

Next Article