સુરત (Surat)ના પાસોદરામાં માસૂમ ગ્રીષ્મા વેકરિયાની હત્યા (Grishma Vekaria Murder) કરનારા આરોપી ફેનિલ વિરૂદ્ધ આજે ચાર્જશીટ (Chargesheet) રજૂ કરાશે..જિલ્લા પોલીસ આજે કોર્ટમાં 1 હજારથી વધુ પાનાની ચાર્જશીટ રજૂ કરશે. આટલા ઓછા સમયમાં ચાર્જશીટ કરવાનો સુરત જિલ્લા પોલીસનો આ પહેલો કિસ્સો બનશે.
રવિવારે રેન્જ આઇજી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની મેરેથોન મિટિંગ મળી હતી. જેમાં 150 સાક્ષી, 25 પંચનામા, ફેનિલના મોબાઇલમાંથી મળેલા પુરાવા, તેની ઓડિયો ક્લિપનો FSL રિપોર્ટ સહિતના પુરાવા ભેગા કરાયા હતા. તપાસમાં ખુલાસો થયો છે કે ગ્રીષ્માની હત્યા કરવા પહેલા ફેનિલે એકે-47 રાઇફલ ખરીદવા પણ વેબસાઇટ સર્ચ કરી હતી. ફેનિલ ગોયાણીએ ગ્રિષ્માની હત્યા કરવા માટે આયોજન કર્યું હોવાનું પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે. હત્યા કેવી રીતે કરી શકાય તે માટે તેણે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું હતું, હથિયારો કેવી રીતે ઓનલાઇન મળી શકે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય તે બાબતે જાણ્યું હતું. આ બાબતોને ધ્યાનમાં રાખીને ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરનારા ફેનિલ વિરૂદ્ધ આજે ચાર્જશીટ રજૂ કરાશે.
ફેનિલે ગ્રિષ્માની હત્યા કરતા પહેલા એક મિત્રને ફોન પર વાત પણ કરી હતી. જેની ઓડિયો ક્લિપ પોલીસને મળી હતી. આ ક્લિપના આધારે પોલીસ ફેનિલને રિમાન્ડ દરમિયાન ગાંધીનગર FSLમાં લઈ ગઈ હતી. જ્યાં તેનો વોઇસ રેકર્ડિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.. તેનો રિપોર્ટ પણ FSLએ પોલીસને સોંપી દીધો છે. પોલીસે ફેનિલ સામે સજ્જડ પુરાવા એકત્ર કરી લેતા લીધા છે.
આ પહેલા જિલ્લા પોલીસ દ્વારા SITની ટિમ સાથે અલગ અલગ જગ્યા પર આરોપી ફેનીલને સાથે લઈ જઈને તપાસ કરવામાં આવી હતી. જોકે આરોપી ફેનીલ ગોયાણી ઘટનાના દિવસે કયાં કયાં ફર્યો હતો અને કયાંથી છરી ખરીદવામાં આવી તે અંગે તપાસ કરાઇ હતી. હત્યાના સ્થળ પર પણ આરોપીને લઈ જવામાં આવ્યો હતો. માહિતી મુજબ આરોપી ફેનીલ પહેલા કાપોદ્રા વિસ્તારમાં તેના મિત્ર એક કાફેમાં ગયો હતો અને મિત્ર સાથે અમરોલી વિસ્તારમાં ગયો હતો ત્યાર બાદ કોલેજમાં અને ઘટના સ્થળે આવ્યો હતો.
મહત્વનું છે કે ગુજરાત ભરમાં છેલ્લા કેટલાક દિવસથી ચર્ચાનો વિષય બન્યો છે તે સુરત જિલ્લાના પાસોદરા ગામમાં રહેતી 21 વર્ષીય ગ્રીષ્મા વેકારિયાને તેના ઘર નજીક લઇ જઈને તેની હત્યા કરાઇ હતી. યુવતી ગ્રીષ્મા વેકરિયાની તેના એક તરફી પ્રેમમાં પાગલ આરોપી ફેનીલ પંકજ ગોયાણીએ સાંજના સમયે લોકોની વચ્ચે છરી વડે ગળુ કાપી હત્યા કરી દીધી હતી.
ગ્રીષ્માની હત્યા બાદ આરોપી ફેનીલે પોતે પણ જ્યાં સુધી ગ્રીષ્માનું મોત થયું ત્યાં સુધી તેની ઉપર ઉભો રહ્યો હતો અને બાદમાં ગ્રીસ્માના પરિવાર પાછળ દોડ્યો હતો અને હાથમાં ચપ્પુના ઘા કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે આખરે પોલીસે તેને પકડી પાડ્યો હતો.
આ પણ વાંચો-
આ પણ વાંચો-