Surat : ઉધના વિસ્તારમાં 14 વર્ષીય કિશોરીનો આપઘાત, સિવિલ હોસ્પિટલમાં જ પરિવારના સભ્યો વચ્ચે મારામારી !

ધો.9માં અભ્યાસ કરતી કિશોરીના માતા-પિતા અલગ રહેતા હતા. અને વર્ષોથી કિશોરી પોતાની માતા સાથે રહેતી હતી. એવામાં કિશોરીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તેને લઈને તપાસ હાથ ધરાઈ છે.

Surat : ઉધના વિસ્તારમાં 14 વર્ષીય કિશોરીનો આપઘાત, સિવિલ હોસ્પિટલમાં જ પરિવારના સભ્યો વચ્ચે મારામારી !
Suicide Case
| Edited By: | Updated on: Jan 28, 2023 | 11:57 AM

સુરતના ઉધના વિસ્તારમાં 14 વર્ષીય કિશોરીએ આપઘાત કર્યો છે. કિશોરીના આપઘાતને લઈને સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ બહાર પરિવારના સભ્યો વચ્ચે મારામારી થઈ હતી. ખટોદરા પોલીસે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો. અને કિશોરીના આપઘાતને લઈ વધુ તપાસ હાથ ધરી હતી. મહત્વનું છે કે, ધો.9માં અભ્યાસ કરતી કિશોરીના માતા-પિતા અલગ રહેતા હતા. અને વર્ષોથી કિશોરી પોતાની માતા સાથે રહેતી હતી. એવામાં કિશોરીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તેને લઈને તપાસ હાથ ધરાઈ છે.

વર્ષોથી કિશોરી પોતાની માતા સાથે રહેતી હતી

તો આ તરફ સુરતના લીંબાયત વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં હાથ પર હિન્દી ભાષામાં ‘પતિ મુઝે હેરાન-પરેશાન કરતા હૈ, મૈં તંગ આ ગઈ હું’ એમ લખી પરવત ગામની મહિલાએ મંગળવારે સાંજે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મહિલાએ ભરેલા અણધાર્યા પગલાને લીધે તેણીના બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો હતો. લીંબાયત પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો છે.

Published On - 9:21 am, Sat, 28 January 23